તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર | પોરબંદરના મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ (લાલબત્તીવાળા) દ્વારા વિનામૂલ્યે સર્વરોગ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરના મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ (લાલબત્તીવાળા) દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું તા. 3 માર્ચને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. બંદર રોડ પર આવેલા સ્ટેટ લાઈબ્રેરી પાસેના સ્વસ્તિક હોલ ખાતે સવારે 9 થી 1 સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે જેમાં પોરબંદરના નામાંકિત ડોક્ટરો વિનામૂલ્યે દર્દીઓના નિદાન અને સારવાર કરી આપશે. આ સાથે સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકત્ર થયેલ રક્ત ભાવસિંહજી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને તથા સગર્ભા માતાઓને આપવામાં આવશે. બી.પી. અને ડાયાબીટીસની તપાસ માટે ભાવસિંહજી હોસ્પિટલની ટીમ સેવા આપશે તેમજ દમ અને શ્વાસની તકલીફવાળા દર્દીની પી.એફ.ટી. તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. લાભ લેવા ઈચ્છતા દર્દીઓનું સ્થળ પર જ સવારે 8 કલાકે નામ નોંધવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો