તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર સિવીલ હોસ્પિટલમાં તાવ, શરદીના દર્દીઓનો ધસારો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાં શિયાળાની ઋતુ દરમ્યાન તાપમાનમાં વધ-ઘટ થવાના કારણે હાલ શરદી-ઉધરસ અને ફલુ તાવના વાહરા જોવા મળે છે. શિયાળાની ઋતુ દરમ્યાન ભેજનું પ્રમાણ પણ વધુ હોય અને વહેલી સવારે ઠાર પડતો હોય તેમજ તાપમાનનો પારો વધ-ઘટ થતો હોવાને કારણે શરદી-ઉધરસ, ફલુ તાવના દર્દીઓમાં વધારો થયો છે. પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે આવા રોગોના દર્દીઓનો ઘસારો જોવા મળે છે. જિલ્લાભરમાંથી દર્દીઓ આ હોસ્પિટલે સારવાર લેવા આવી રહ્યા છે ત્યારે આ હોસ્પિટલે દરરોજ 900 થી વધુ ઓપીડી નોંધાઇ છે. જેમાં મોટા ભાગના દર્દીઓ શરદી-ઉધરસ અને ફલુ તાવના હોવાનું હોસ્પિટલના તબીબે જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો