તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદર | રામકૃષ્ણ મિશન ખાતે આગામી તા. 1 થી 26

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | રામકૃષ્ણ મિશન ખાતે આગામી તા. 1 થી 26 મે સુધી ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર દરરોજ સવારે 8:30 થી 11:30 વાગ્યા દરમિયાન યોજાનાર છે. જેમાં વૈદિક મંત્ર ગીત પાઠ, સંગીત, ચિત્રકલા, રમતગમત તેમજ સર્વાંગી વિકાસ માટે તજજ્ઞો માર્ગદર્શન આપશે. મહાપુરૂષોના જીવન પ્રસંગો દ્વારા ચારિત્ર્ય ઘડતર અને સંસ્કારનું સિંચન બાળકમાં થાય તેવા આશયથી આયોજન થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...