તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બરડા ડુંગરમાં દેશીદારૂની 2 ભઠ્ઠી પર પોલીસનો દરોડો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાણાવાવના બરડા ડુંગરમાં કોઠાવાળા નેસ વિસ્તારમાં દેશીદારૂની ભઠ્ઠીઅો ધમધમતી હોવાની બાતમીના અાધારે રાણાવાવ પોલીસે દરોડો પાડીને અા સ્થળેથી દેશીદારૂનો અાથો 2400 લીટર, બોઇરલ બેરલ-4, ફીલ્ટર બેરલ-4 સહિત દારૂની ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.17,850 નો મુદામાલ કબ્જે કર્યો હતો, જયારે અા ભઠ્ઠી ચલાવનાર કાના ભીમા ગુરગુટીયા અને મુરૂ ભીમા દરોડા દરમ્યાન હાજર નહી મળી અાવતા તેમના વિરૂદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. અા ઉપરાંત અા જ વિસ્તારમાં અન્ય સ્થળે દરોડો પાડીને દેશીદારૂનો અાથો 2000 લીટર, ત્રાંબાની નળી-2, 120 લીટર દેશીદારૂ, બેરલ સહિત ભઠ્ઠીના સાધનો મળીને કુલ રૂ.13,200 નો મુદામાલ
કબ્જે કર્યો હતો.

પોલીસે રૂ.30,000 નો મદ્દામાલ કબ્જે કર્યો
અન્ય સમાચારો પણ છે...