તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશની આંતરિક સુરક્ષામાં સહભાગી બનવા પોરબંદરની જનતાને પોલીસની અપીલ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
26/2/19 ની વહેલી સવારે ભારતીય વાયુસેના દ્વારા સરહદી વિસ્તારમાં આતંકવાદી હુમલા વિરોધી કાર્યવાહી કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લો દરિયાઈ સરહદ ધરાવતો જિલ્લો છે અને છંછેડાયેલ આતંકીઓ દ્વારા આતંકી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે તેવી આશંકા હોય, જેથી પોરબંદર જનતાને પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે જાગૃત નાગરિક એક સૈનિક સમાન જ છે અને દેશની આંતરિક સુરક્ષા માટે સતત કાર્યરત ગુજરાત પોલીસને સહકાર આપી દેશના નાગરિક તરીકે પ્રાથમિક ફરજ અદા કરવી જોઈએ. ભીડવાળા વિસ્તારોમાં જેવા કે મોલ, માર્કેટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને ધાર્મિક સ્થળો જેવી જાહેર જગ્યાઓ ઉપર કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે બિનવારસુ વસ્તુ દેખાય તો તેને અડવી નહીં અને તુરંત જ પોલીસને જાણ કરવી.

પોરબંદર જિલ્લામાં મોટો દરિયાકાંઠો છે જેથી દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો કે કોઈપણ શંકા ઉપજાવે તેવી હિલચાલ હોય તો તરત જ સ્થાનિક પોલીસનો સંપર્ક સાધવો. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં કોઈ અજાણ્યા લોકો કે અજાણ્યું શંકાસ્પદ વાહન મળી આવે તો પણ સ્થાનિક પોલીસ અથવા એસ.આર.ડી. અથવા જી.આર.ડી. નો સંપર્ક સાધવો. બનાવને લઈને ઘણાં બધા ખોટી અફવાવાળા મેસેજ સોશ્યલ મીડીયા ઉપર ફરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આવા ખોટી અફવાવાળા મેસેજો ફરવાની શક્યતા છે જેથી આવા ખોટી અફવાવાળા મેસેજો ઉપર ભરોસો ન રાખીને ખોટી અફવાઓ ફેલાતી અટકાવવા પણ અપીલ કરી છે.

પોલીસના સંપર્ક નંબર
પી.ડી. દરજી (PI, LCB અને SOG)

94273 66508

એન.કે. મણવર (PSI, SOG) 99090 61777

પોલીસ કન્ટ્રોલ રૂમ

0286-2240922 તથા 100 નંબર

એચ.એન. ચુડાસમા (PSI, LCB) 99250 25325

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો