સિવીલમાં સ્ત્રી રોગના નિષ્ણાંત તબીબની કાયમી નિમણૂંક કરો

મહિલા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં લેવી પડે છે સારવાર

DivyaBhaskar News Network | Updated - Jan 11, 2019, 03:36 AM
Porbandar News - permanent appointment of female doctor in civil hospital 033607
પોરબંદરની સિવીલ હોસ્પિટલમાં સ્ત્રી રોગનાં નિષ્ણાંત તબીબની કાયમી નિમણૂંક કરવા માંગ ઉઠી છે.

પોરબંદરમાં ગુજરાત જનતા પંચાયત પાર્ટીના શહેર ઉપાધ્યક્ષે રાજ્યકક્ષાના આરોગ્યમંત્રીને લેખિત રજૂઆત કરી એવું જણાવ્યું હતું કે પોરબંદર શહેરમાં આવેલ સરકારી ભાવસિંહજી લેડી હોસ્પિટલ ખાતે કાયમી સ્ત્રી રોગના નિષ્ણાંત તબીબની નિમણુંક કરવામાં આવી ન હોવાને કારણે મહિલા દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને પૂરતી તબીબી સારવાર પણ નથી મળતી. આ હોસ્પિટલમાં શહેર તેમજ આસપાસના અનેક ગ્રામ્યપંથકમાંથી મહિલા દર્દીઓ સારવાર માટે ઉમટી પડે છે. પરંતુ કોઈ નિષ્ણાંત તબીબ ન હોવાને કારણે મહિલા દર્દીઓને સારવાર લેવા માટે નાછૂટકે વધુ પૈસા ખર્ચીને ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે. સ્ત્રી રોગના નિષ્ણાંતના અભાવે મહિલાઓને વધુ નાણાંના ખર્ચાઓ થતા હોવાથી ભારે હાલાકી વેઠવી પડે છે. નિષ્ણાંત તબીબની નિમણુંક કરવામાં આવે તેવી દિનેશ માંડવીયાએ માંગ કરાઈ હતી.

X
Porbandar News - permanent appointment of female doctor in civil hospital 033607
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App