તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1000, 2000 અને 5000 મીટરની સ્પર્ધામાં 80 મહિલા સહિત 355 જેટલા સ્પર્ધકોએ સમુદ્ર તર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટસ રીપોર્ટર | પોરબંદર

પોરબંદરમાં રામ સી સ્વીમીંગ ક્લબ દ્વારા શહેરમાં આવેલ ચોપાટી ખાતે અરબી સમુદ્રમાં રાષ્ટ્રીય કક્ષાની દ્વિદિવસીય તરણ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં અલગ-અલગ વયજૂથ પ્રમાણે 6 વર્ષથી લઈ 80 વર્ષ સુધીના નાના ભૂલકાઓ અને વૃદ્ધોએ પણ ઘૂઘવતા સમુદ્ર સામે બાથ ભીડી હતી. 1000, 2000 અને 5000 મીટરની સમુદ્રી તરણ સ્પર્ધા યોજાઈ હતી જેમાં 25 જેટલા દિવ્યાંગોએ બીજા દિવસે પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં 6 થી 12 વર્ષની વયમર્યાદા ધરાવતા 40 બાળકોએ કૌવત બતાવ્યું હતું. બીજા દિવસે યોજાયેલી સ્પર્ધામાં 80 લેડીઝ સહિત 275 જેટલા જેન્ટસ થઈ કુલ 355 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અલગ-અલગ વયજૂથ મુજબ અને 1000, 2000, 5000 મીટરની સમુદ્રી તરણ સ્પર્ધામાં રાજકોટના પ્રતિક નાગર, સુરતની મોનિકા નાગપુરે, રાજકોટના રાઘવ સોનછત્ર, ક્રિશા ત્રિવેદી, અનુપમ પાંડે, દર્શન સેઈલર, શૈલેષ હરીવદન, માધુરી પટવર્ધન, સુભાષ બર્ગે, હીરા પ્રજાપતિ, સપના ટેલર વગેરે સ્પર્ધકો તેમજ પેરાસ્વીમરમાં જગતાપ વૈષ્ણવી અને રીમો સહા પ્રથમ ક્રમાંકે વિજેતા બન્યા હતા. વિજેતા બનેલ સ્પર્ધકોને રોકડ પુરસ્કાર તથા મેડલો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

12 બોટ અને 30 થી વધુ યુવાનો સમુદ્રમાં મદદે તત્પર રહ્યાં
ઓરંગાબાદના પ્રજ્ઞાચક્ષુએ પણ સાહસ કર્યું
ઓરંગાબાદથી આવેલા પ્રજ્ઞાચક્ષુ કે જેઓને 4 વર્ષ પહેલા સર્જાયેલ અકસ્માતમાં પોતાની બન્ને આંખો ગુમાવી હતી. 37 વર્ષીય આ પ્રજ્ઞાચક્ષુ નિકેત દલાલે પણ સમુદ્રમાં ઝંપલાવ્યું હતું. આમ પોતાની સાહસિકતા દાખવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

મરીન પોલીસ, 108 બોટ એમ્બ્યુલન્સ, નેવી બોટ, કોસ્ટગાર્ડ, સશસ્ત્ર સીમા સુરક્ષા બલ, ફિશરમેનોની 2 બોટ, શ્રી રામ સી સ્વીમીંગ ક્લબની 2 બોટ અને નગરપાલિકાની રેસક્યુ બોટ સહિતની કુલ 12 બોટો દ્વારા રેસક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. વિવિધ વિભાગના 30 થી વધુ યુવાનો સમુદ્રમાં તરવૈયાઓની મદદે તત્પર રહ્યા હતા. તસ્વીર : ઋષી થાનકી

અન્ય સમાચારો પણ છે...