તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેબસાઈટ પર વર્કલોડને લીધે ઓનલાઈન ફોર્મ નથી ભરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર જિલ્લામાં આર.ટી.ઈ. ના ઓનલાઈન ફોર્મ ભરવા માટે 5/4 થી 15/4 સુધીનો સમયગાળો આપવામાં આવ્યો હતો પરંતુ વેબસાઈટ પર વર્કલોડને કારણે ઓનલાઈન ફોર્મ ભરી શકાતા ન હતા. જેથી ઘણાં વિદ્યાર્થીઓ આર.ટી.ઈ. ના ઓનલાઈન ફોર્મ ભરી શક્યા ન હતા. આથી ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવામાં આવે તેવી લેખિત રજૂઆત પોરબંદર જિલ્લા વિદ્યાર્થી પરિષદના પ્રમુખ નાગાજણભાઈ મોઢવાડીયાએ જિલ્લા શિક્ષણાધિકારીને કરેલ છે. પોરબંદરમાં એમ.ઈ.એમ. સ્કૂલ ખાતે આર.ટી.ઈ. ના ઓનલાઈન ફોર્મ ભરાતા હતા ત્યારે સ્ટાફના અભાવ અને વેબસાઈટ પર વર્કલોડ થવાના કારણે અવ્યવસ્થા પણ સર્જાઈ હતી. પોરબંદર જિલ્લામાં આરટીઇ હેઠળ ફોર્મ ભરવાનાં 10 દિવસની મર્યાદા આજ રોજ પૂર્ણ થઇ ગઇ હોય જેથી બાકી રહી ગયેલા માટે મુદ્દત વધારવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...