તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક તરફ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવવાની તડામાર તૈયારીઓ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક તરફ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે ત્યારે પોરબંદર જીલ્લામાં ગંદકીને કારણે ડેન્ગ્યૂ જેવા ગંભીર રોગોએ માજા મૂકી છે. ગંદકીના કારણે પોરબંદરની 4 ખાનગી હોસ્પીટલમાં જ 85 થી વધુ ડેન્ગ્યૂના પોઝીટીવ દર્દીઓની સારવાર કરાવમાં આવી રહી છે. જોકે આરોગ્ય વિભાગના ચોપડે ડેન્ગ્યૂ પોઝીટીવનો આ માસ એક પણ કેસ નોંધાયો નથી. ખાનગી હોસ્પીટલોમાં અને લેબોરેટરીઓમાં રેપીડ કાર્ડ દ્રારા ડેન્ગ્યૂ નું પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ, જેમાં 85 થી વધુ ડેન્ગ્યૂ પોઝીટીવના કેસો સામે આવ્યા છે. પરંતુ આરોગ્ય વિભાગ રેપીડ કાર્ડ દ્રારા થયેલા પરિક્ષણને શંકાસ્પદ કેસ ગણે છે. રોગચાળો વકરતા પોરબંદર જીલ્લાની ખાનગી હોસ્પીટલોમાં પણ દર્દીઓ ઉભરાઇ રહયા છે. ખાનગી હોસ્પીટલોની પોતાની લેબોરેટરીમાં પણ ડેન્ગ્યૂનું રેપિડ કાર્ડ દ્રારા ચકાસણી થઇ રહી છે. જો તમામ ખાનગી હોસ્પીટલોમાં સર્વે હાથ ધરાઇ તો ડેન્ગ્યૂ પોઝીટીવના અનેક કેસો બહાર આવે તેમ છે. હાલ તો ગંદકીના પગલે ડેન્ગ્યૂ તાવોના દર્દીઓમાં સતત વધારો થઇ રહયો છે. અને પોરબંદરની માત્ર 4 ખાનગી હોસ્પીટલોમાંની એક હોસ્પીટલમાં જ 50 જેટલા ડેન્ગ્યૂ પોઝીટીવના દર્દીઓ નોંધાયા હતા અને હાલ આ ખાનગી હોસ્પીટલમાં 10 જેટલા ડેન્ગ્યૂ પોઝીટીવના દર્દીઓ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...