ધરમપુર રસ્તા પર ટ્રેક્ટરે બાઈકને હડફેટે લીધી

બાઈકસવારોને ઈજા : પોલીસ ફરિયાદ

DivyaBhaskar News Network | Updated - Jan 11, 2019, 03:37 AM
Porbandar News - on the dharampur road the tractor took a bicycle to the bike 033728
પોરબંદરના ધરમપુર રસ્તા પર એક પાણી ભરેલ ટ્રેક્ટર ચાલકે પૂરઝડપે ટ્રેક્ટર ચલાવી એક બાઈકને હડફેટે લેતા બાઈકસવારોને ઈજા પહોંચતા ફરિયાદ નોંધાઈ છે.

પોરબંદરના ધરમપુર પાટીયા પાસે રહેતા બાબુભાઈ કેશવ ઓડેદરાએ પોતાનું બાઈક GJ 10 N 6282 ચલાવીને ધરમપુર ગામ તરફ રસ્તા પર જતા હતા. તે દરમિયાન પાણીનું ટેન્કર GTU 3518 ના ચાલક ભકન રવજીએ પૂરઝડપે માનવજીંદગી જોખમાય તે રીતે ટ્રેક્ટર ચલાવી આ બાઈકને હડફેટે લેતા બાઈકમાં સવાર બાબુભાઈ સહિત રાજુ અને જ્યોતિબેન નીચે પડી ગયા હતા. અને તેમના શરીરે નાની-મોટી ઈજાઓ થઈ હતી. આથી આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

X
Porbandar News - on the dharampur road the tractor took a bicycle to the bike 033728
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App