તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નગરપાલિકાની સામાન્ય સભામાં 43 માંથી માત્ર 26 સુધરાઈ સભ્યો હાજર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર નગરપાલિકા દ્વારા ગઈકાલે નવા નાણાંકીય વર્ષ 2019-20 નું બજેટ પાલિકા પ્રમુખ અશોક ભાદ્રેચાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જનરલ બોર્ડની સભામાં રજૂ કરાયું હતું જે માત્ર 5 મિનીટમાં સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. બજેટ રજૂ કરાયું તે પહેલા પુલવામામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને 2 મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી અને રાષ્ટ્રગીતનું ગાન પણ ગાવામાં આવ્યું હતું. ત્યારબાદ માત્ર 5 મિનીટની અંદર જ મોહન મોઢવાડીયા દ્વારા બજેટ રજુ કરવામાં આવ્યું હતું અને આ બજેટને સર્વાનુમતે મંજુરીની મહોર મારવામાં આવી હતી. જો કે પાલિકાની ભાજપ શાસિત બોડીના માત્ર 26 સુધરાઈ સભ્યો જ હાજર રહ્યા હતા જ્યારે 12 સુધરાઈ સભ્યોએ રજાના રીપોર્ટ રજુ કર્યા હતા અને 5 ગેરહાજર રહ્યા હતા. જ્યારે વિપક્ષ કોંગ્રેસના 4 સભ્યોમાંથી કોઈ પણ સભ્ય હાજર રહ્યા ન હતા. આ બજેટ બિનજરૂરી ખર્ચા ઉપર કાપ મૂકી રજૂ કરવામાં આવ્યું હતું અને નવા કોઈ કરવેરા લાદવામાં આવ્યા ન હતા, જો કે કોઈ કરવેરામાં કોઈ ઘટાડો પણ કરવામાં આવ્યો નથી. ત્યારે આ બજેટ અંગે વિપક્ષે એવું જણાવ્યું હતું કે આ બજેટમાં જે મુદ્દાઓ રજુ કર્યા છે તે પ્રજાલક્ષી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો