તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરના એરપોર્ટ નજીક 45 વર્ષ પહેલા એન.કે.મહેતા હોસ્પિટલ કાર્યરત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પોરબંદરના એરપોર્ટ નજીક 45 વર્ષ પહેલા એન.કે.મહેતા હોસ્પિટલ કાર્યરત હતી. આ હોસ્પિટલ 15 વર્ષ સુધી ચાલી હતી ત્યારબાદ છેલ્લા 30 વર્ષથી આ હોસ્પિટલને એકાએક બંધ કરી દેવામાં આવી હોવાને કારણે હ્રદય રોગની બીમારી માટેની અતિ આધુનિક મશીનરી સહિતના સાધનો ધૂળ ખાઇ રહ્યા છે. અને હાલ આ હોસ્પિટલનું નિકંદન નિકળવા લાગ્યું છે. તાજેતરમાં કલેકટરે જમીન ખાલસા કરવાનો હુકમ કર્યો છે.

પોરબંદરમાં પીસ્તાલીસ વરસ પહેલા રાજકોટ નેશનલ હાઇવે પર એરપોર્ટ સામે એન.આર.આઇ. અને દાતાઓના સહયોગથી હ્રદય રોગના દર્દીઓ માટે હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ. અને ચાર દાયકા પહેલા તે સમયના અત્ય આધુનિક મશીનરી સાધનો આ હોસ્પિટલમાં હ્રદય રોગના દર્દીઓના સારવાર અને નિદાન માટે વસાવવામાં આવ્યા હતા. એક જમાનામાં આ હોસ્પિટલ એશીયાભરમાં આધુનિક મશીનરી ધરાવતી હ્રદય રોગની બીમારીના ઇલાજ માટેની ખ્યાતનામ હોસ્પિટલમાંની એક હતી. સ્વતંત્ર સેનાની ગાંધીવાદી શિક્ષક અને ખાદી ગ્રામઉધોગના સંચાલક તથા નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટ સાથે સંકળાયેલા માનદમંત્રી સ્વ.મથુરદાસ ગોરધનદાસ ભુપ્તાના પ્રયાસોથી હોસ્પિટલનું નિર્માણ થયું હતુ અને સૌથી વધુ દાન આપનાર દાતા સ્વ.શ્રેષ્ઠી નાનજી કાલીદાસ મહેતાના નામે હોસ્પિટલ કાર્યરત થઇ હતી. 18 વિઘા જેટલી વિશાળ જમીનમાં પથરાયેલ અને તે સમયમાં અતિ આધુનિક ઇમારત ધરાવતી હોસ્પિટલ ખાતે પોરબંદર સહિત ગુજરાતભરમાંથી હ્રદય રોગ, ડાયબીટીસ, બીપી, શ્વાસ, પેટના રોગ વગેરે બીમારીના નિદાન અને સારવાર માટે આવી પહોંચતા હતા. અને અહીં સુપર સ્પેશિયાલિસ્ટ તબીબ દ્વારા દર્દીઓનું નિદાન કરી સારવાર આપવામાં આવતી હતી. દાતાઓના સહયોગથી આ હોસ્પિટલ 15 વર્ષ સુધી ધમધમી હતી. પરંતુ વર્ષો પહેલા સ્વ.મથુરદાસ ભુપ્તા અને નાનજી કાલીદાસ મહેતાના અવસાન થયા બાદ આ હોસ્પિટલ ધણીધોરી વગરની બની ગઇ હતી. સમયાંતરે આ હોસ્પીટલને તાળાં લાગી ગયા હતા. સૌરાષ્ટ્રભરનાં હ્રદય રોગને મળતી સુવિધા છીનવાઇ ગઇ હતી. છેલ્લા ત્રીસ વર્ષથી આ હોસ્પિટલમાં આધુનિક મશીનરી ધૂળ ખાઇ રહી છે. અને ઇમારત પણ આવારા તત્વોનો અડો બની ગઇ છે. કલેકટરે તાજેતરમાં સંસ્થાને સોંપાયેલ જમીનનો ઉપયોગ ન થતા, સંસ્થાને આ જગ્યા ખાલસા કરવા હુકમ કર્યો છે. પોરબંદરના સિનીયર સિટીઝન પ્રાગજી નાથા તુંબડીયા, હેમેન્દ્રકુમાર પારેખ, અનીલ રાણીંગા સહિતના અગ્રણીઓએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ફરીથી આ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવે. અને સારી સેવાભાવી સંસ્થાઓને હોસ્પિટલ ચલાવવાની જવાબદારી સોંપાઇ તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો