તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુદરતે પોરબંદરને ઘૂઘવતો સાગર કિનારો આપ્યો છે અને પોરબંદરની

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

કુદરતે પોરબંદરને ઘૂઘવતો સાગર કિનારો આપ્યો છે અને પોરબંદરની ચોપાટી એ પોરબંદરનું નવલું નઝરાણું છે. આ બે સ્થળો ઉપરાંત પોરબંદરમાં 34 કરોડના ખર્ચે આકાર લઈ રહેલા સૌરાષ્ટ્રના પ્રથમ અને ગુજરાતના દ્વિતિય રિવરફ્રન્ટને લઈને પોરબંદરની પ્રજામાં અતિ ઉત્સાહ વ્યાપેલો છે. આગામી 4 મહિનામાં પોરબંદરમાં બની રહેલા રિવરફ્રન્ટના પ્રથમ ફેઈઝનું કામ પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ દ્વિતિય ફેઈઝનું કામ કેવી રીતે શરૂ કરવું ω તે અંગે નગરપાલિકા નક્કર પ્લાન બનાવશે.

પોરબંદરના પ્રવેશદ્વાર ઉપર સૌથી મોટું કર્લી જળાશય આવેલું છે. અંદાજે 2 કિલોમીટરના વ્યાપ ધરાવતા આ કર્લી જળાશયને ડેવલોપ કરીને અહીં અમદાવાદ કાંકરીયા રિવરફ્રન્ટની જેમ કર્લી રિવરફ્રન્ટની યોજના નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી હતી. જે યોજનાને ગુજરાત સરકાર દ્વારા સહાય આપીને શરૂ કરાતા આ યોજના ધમધમવા લાગી હતી. કર્લી રિવરફ્રન્ટ છાંયા શહેરની હદમાં પણ આવતું હોય, છાંયા નગરપાલિકા અને પોરબંદર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આ ડ્રીમ પ્રોજેક્ટને અમલી બનાવવામાં આવી રહ્યો છે. 2 કિલોમીટર લંબાઈ અને 38 મીટર પહોળાઈ ધરાવતા આ કર્લી રિવરફ્રન્ટનું ખાતમુહૂર્ત વર્ષ 2016 માં કરાયા બાદ તેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જેના પ્રથમ ફેઈઝનું 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું હોય, આગામી 4 મહિનામાં આ રિવરફ્રન્ટના પ્રથમ ફેઈઝનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે અને તે પછી બીજા ફેઈઝનું કામ કેવી રીતે શરૂ કરવું તે અંગે પાલિકા દ્વારા નક્કર યોજના બનાવવામાં આવશે. બીજા ફેઈઝનું કામ પૂરૂં થયા બાદ આ કર્લી રિવરફ્રન્ટ પોરબંદરવાસીઓ માટે અને પોરબંદર આવતા પ્રવાસીઓ માટે એક નવલું નઝરાણું બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો