તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નથુ પીરની દરગાહે એક તરફ ભજન-સત્સંગની રમઝટ, તો બીજી તરફ કવ્વાલીના સૂર રેલાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણા શહેર નજીક આવેલ નયડ વાડી વિસ્તાર ખાતે નથુ પીરની દરગાહ આવેલી છે. નથુ પીર એ મુસ્લીમ સમાજના વલી કહેવાતા. નથુ પીરે અનેક લોકોને પરચાઓ પણ આપેલ હોવાની લોકવાયકા છે. નથુ પીરની દરગાહ વાડી વિસ્તારમાં હોય અને અહીં આસપાસના વિસ્તારમાં હિન્દુ પરિવારો વસવાટ કરે છે.

મુસ્લીમ પીર હોવા છતાં પણ હિન્દુઓ અહીં પૂજા-અર્ચના કરે છે. ત્યારે દરગાહ ખાતે વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું હતું. નથુ પીરની દરગાહ ખાતે એકબાજુ હિન્દુ ભાઈઓ અગરબત્તી, સાકર, નાળીયેર અને મલીદો ચડાવે છે ત્યારે મુસ્લીમ ભાઈઓ ચાદર, અત્તર, ગુલાબ અને લોબાન ચડાવે છે. એક તરફ મુસ્લીમ સમાજ દ્વારા મિલાદ પઢવામાં આવે તો બીજી તરફ હિન્દુ મહિલાઓ અહીં સત્સંગનો કાર્યક્રમ યોજે છે. રાત્રીના સમયે પણ સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. અહીં એકતરફ ભજન અને રામધૂનનો નાદ ગુંજી ઉઠ્યો હતો તો બીજી તરફ કવ્વાલીના સૂર રેલાયા હતા. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લીમ ભાઈઓના કોમી એકતાના દર્શન થયા હતા. દરગાહ ખાતે હિન્દુ અને મુસ્લીમ સમાજના ભાઈઓએ સાથે મળીને ધાર્મિક કાર્યક્રમ યોજ્યો હતો. આ તકે મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. તસ્વીર: નાગેશ્વર પરમાર

અન્ય સમાચારો પણ છે...