નરસિંહ મહેતા યુનિ.નું ફિઝીક્સનું પેપર પરીક્ષા પહેલાં વોટ્સઅપમાં ફરતું થયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર | જૂનાગઢ

જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ચાર જિલ્લાના પરીક્ષા કેન્દ્ર પર સેમેસ્ટર-4ની પરીક્ષા લેવાઇ રહી છે.

પરીક્ષામાં ચોરીનું દુષણ ડામવા માટે સીસીટીવી કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે. ગુરૂવારના દિવસે યુનિવર્સિટીની પરીક્ષાના ચોથા ફિઝીક્શનું પેપર પરીક્ષા પહેલા લીક થઇ ગયું હતું. ફિઝીક્શનું પેપર વિદ્યાર્થીઓના વોટ્સઅપમાં ફરતું હોવાની જાણ યુનિવર્સિટીને થતા તાત્કાલીક તપાસ શરૂ કરી હતી અને પેપર રદ કરી દેવામાં આવ્યું હતું. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી હેઠળ ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા અને જૂનાગઢ જિલ્લાની કોલેજો આવી છે. આ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સેમેસ્ટર-4ની પરીક્ષા લેવાઇ રહી છે. જેમાં યુનિવર્સિટીની સતર્કતાને કારણે રોજના કોપી કેસ નોંધાઇ છે પરંતુ ગુરૂવારના દિવસે લેવાયેલ ફિઝીક્શનું પેપર લીક થઇ જતા પેપર રદ કરી દેવામાં આવ્યું છે. નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગુરૂવારના બપોરના બીએસસીમાં ફિઝીક્શનું પેપરની પરીક્ષા હતી. વિદ્યાર્થીઅોને પેપર આપ્યા બાદ જૂનાવઢની બે કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા તેમના પ્રિન્સીપાલને જાણ કરી આ પેપર વોટ્સઅપમાં ફરતું થયું હોવાનું જણાવતા બન્ને કોલેજના પ્રિન્સીપાલે યુનિવર્સિટીને જાણ કરતા તાત્કાલીક કમીટી બનાવી તપાસ કરવામાં આવી હતી. જેમાં ફિઝીક્શનું પેપર પરીક્ષા પહેલા લીક થઇ ગયું છે ત્યાર બાદ ફિઝીક્શના પેપરની પરીક્ષા રદ કરવામાં આવી છે અને આગામી તા.10 એપ્રિલના ફરી આ વિષયની પરીક્ષા લેવાશે.

10 જેટલા મોબાઇલ કબ્જે કરવામાં આવ્યા
ફિઝીક્શનું પેપર લઇ થયાની જાણ થતા જ પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. આ પેપર વોટ્સઅપમાં ફરતું થયું હોવાની જે વિદ્યાર્થીએ જાણ કરી તેવા 10 જેટલા વિદ્યાર્થીઓના મોબાઇલ તપાસ માટે કબ્જે કરાયા છે.

ચાર સભ્યોની કમિટી બનાવામાં આવી
પેપર લીક થયાની જાણ થતા યુનિ.ના બે કર્મચારી અને બે કોલેજના પ્રિન્સીપાલની કમિટીમાં નિમણૂં કરવામાં આવી છે. જેના દ્વારા તપાસ કરવામાં આવશે. તેમજ વધુ તપાસ માટે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...