તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છાંયાચોકીથી બિરલા હોલ સુધીના સિમેન્ટ રોડનું ભગવાન પરશુરામ માર્ગ નામકરણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરના છાંયાચોકીથી બિરલા હોલ સુધીનો રોડ સિમેન્ટથી મઢવામાં આવ્યો હતો.

આ નવનિર્મીત રસ્તાનું નામકરણ ભગવાન શ્રી પરશુરામ માર્ગ તરીકે થાય તેવી લાગણી અને માંગણી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પાલિકા સમક્ષ કરવામાં આવી હતી. જેથી પાલિકાની મળેલ જનરલ બોર્ડની બેઠકમાં આ માંગણીને મંજુરી આપવામાં આવી હતી અને આ માર્ગને ભગવાન પરશુરામ માર્ગ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાના હસ્તે ભગવાન પરશુરામ નામકરણ તક્તીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમસ્ત બ્રહ્મસમાજના જિલ્લા પ્રમુખ ભીખાભાઈ જોષી, શહેર પ્રમુખ અશ્વિનભાઈ ઠાકર સહિત મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા અને સમસ્ત બ્રહ્મસમાજમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો