તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકામાં પણ હેલ્મેટ પહેરવા ફરજીયાત |ટ્રાફિક પોલીસ એવું જણાવ્યુ કે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકામાં પણ હેલ્મેટ પહેરવા ફરજીયાત |ટ્રાફિક પોલીસ એવું જણાવ્યુ કે પોરબંદર પાલિકાની હદ 3 માઇલ સુધી આવે છે જયારે છાંયા નગરપાલિકાની હદ ઓડદર સુધી, રાણાવાવ અને કુતિયાણા પાલિકાની હદ ચૌટા ચેકપોસ્ટ સુધી આવે છે, પાલિકા વિસ્તારોમાં દંડ વસૂલવાની સરકારે સતા આપી છે. જેથી નગરપાલિકાના વિસ્તારોમાં પણ હેમ્લેટ પહેરવા જરૂરી છે. બગવદર વિસ્તારોમાં પાલિકા વિસ્તાર આવતો નથી, જેથી આ વિસ્તારોમાં 207 મુજબ વાહનો ડીટેઇન કરવાની સતા છે.

પોરબંદરમાં ટ્રાફિક સિગ્નલો કાર્યરત નથી કરાયા |શહેરમાં રાણીબાગ અને હનુમાનગુફા વિસ્તારમાં વર્ષોથી ટ્રાફિક સિગ્નલો બંધ હાલતમાં છે. આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા વધુ જોવા મળે છે. સિગ્નલો શરૂ ન થતા ચારેય રસ્તાઓ પરથી વાહન ચાલકો પસાર થતા હોવાને લીધે અકસ્માતનો ભય પણ સેવાઇ રહયો છે. નવા નિયમો બાદ પણ પોરબંદરમાં ટ્રાફિક સિગ્નલો કાર્યરત કરાયા નથી.

અન્ય સમાચારો પણ છે...