મધર્સ ડે : દીકરાના ઉછેર માટે માતાએ શિક્ષિકાની નોકરી છોડી માતૃત્વ સાર્થક કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | મે મહીનાના બીજા રવિવારને વિશ્વભરમાં મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. માતા તરીકેની અનોખી ભૂમિકા અદા કરનાર માતાઓની યાદમાં ઉજવણી કરવામાં આવે છે. સમાજમાં માતાઓએ પોતાના સંતાનોના ઉછેર માટે શ્રેષ્ઠ બલિદાન આપ્યું હોય તેવા અનેક કિસ્સાઓ નજરે પડતા હોય છે. ત્યારે પોરબંદર સમસ્ત બ્રહ્મસમાજના મહીલા પાંખના જિલ્લા પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકરે પણ પોતાના પુત્રના ઉછેર માટે શિક્ષકની નોકરી છોડી દીધી હતી અને પોતાના બાળકના ઉછેર પર પૂરતું ધ્યાન આપ્યું હતું. આમ, દીકરાના ઉછેર માટે માતાએ શિક્ષિકાની નોકરી છોડી માતૃત્વ સાર્થક કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...