તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારત દેશની ઉન્નતી માટે પુરૂષો વ્યસન અને મહિલાઓ ફેશન છોડે: કૃષ્ણમુનિ મહારાજ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણાના ગોકરણ ગામે ત્રિદિવસીય પ્રણામી શિબિરનો પ્રારંભ થયો છે જેમાં દેશની ઉન્નતી માટે પુરૂષોને વ્યસન અને મહિલાઓને ફેશન છોડવા આહવાન કરાયું હતું.

કુતિયાણાના ગોકરણ ગામ ખાતે આવેલ પ્રણામી ધર્મ દ્વારા ત્રિદિવસીય પ્રણામી શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ શિબિરમાં કૃષ્ણ લીલાની ગાથાઓનું વર્ણન કરવામાં આવી રહ્યું છે. ખીજડા મંદિરના મહન્ત કૃષ્ણમુનિ મહારાજ વ્યાસપીઠે બિરાજમાન થઈ પ્રણામી શિબિરમાં ધર્મપ્રેમીજનોને કથાનું રસપાન કરાવ્યું હતું. ગોકરણ ગામે પ્રણામી ધર્મની જ્યોત કૃષ્ણમુનિ મહારાજે જલાવી છે, આજે હજ્જારો સંખ્યામાં લોકો એકઠા થયા છે અને કૃષ્ણલીલાના ગ્રંથનું રસપાન કરી રહ્યા છે. પ્રણામી શિબિર દરમિયાન રાત્રીના સમયે નાટકો પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. આ શિબિરમાં હજારો ભક્તો મહાપ્રસાદીનો પણ લાભ લઈ રહ્યા છે. પ્રણામી શિબિર દરમિયાન કૃષ્ણમુનિ મહારાજે એવું જણાવ્યું હતું કે દેશની ઉન્નતી માટે પુરૂષોને વ્યસન અને મહિલાઓને ફેશન છોડવી આવશ્યક બની છે. પુરૂષો વ્યસન અને મહિલાઓ ફેશન છોડશે તો દેશની સમૃદ્ધિ વધશે. આ કાર્યક્રમની સાથોસાથ અહીં ગૌશાળાના લાભાર્થે કાન-ગોપીના રાસનું પણ આયોજન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...