તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરની કોલેજ દ્વારા મેગા વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર| પોરબંદર

પોરબંદરમાં વી.જે. મોઢા કોલેજ એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલીત મોઢા કોલેજ ખાતે ધોરણ 11 અને 12 ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ફિઝીક્સ, કેમીસ્ટ્રી અને બાયોલોજી જેવા વિષયોનું પ્રાયોગીક જ્ઞાન મળી રહે તેવા આશયથી જિલ્લાભરની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મેગા વિજ્ઞાનમેળાનું આયોજન કરાયું છે. વી.જે. મોઢા કોલેજ દ્વારા વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ માટે કોલેજના સ્થળે મેળાનો પ્રારંભ થયો છે. આગામી તા. 11 જાન્યુઆરી સુધી સવારે 9 થી 4 વાગ્યા દરમિયાન વિજ્ઞાનને લગતા વિવિધ પ્રયોગ બતાવવામાં આવશે. જેમાં ફિઝીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીની ગણિત અદ્યતન લેબમાં કોલેજમાં અભ્યાસ કરતા સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ દ્વારા કરાવવામાં આવશે તેમજ વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીઓ જો ઈચ્છે તો તેઓ પ્રયોગો પણ અદ્યતન લેબમાં કરી શકશે તેવી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પોતાના વિષયને ઉપયોગી એવા પ્રયોગો જોઈ શકશે તેમ જ ઉદભવતા વિષયલક્ષી પ્રશ્નોનું નિરાકરણ પણ મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...