પોરબંદર શહેરમાં રોકડીયા હનુમાન મંદિર સામે આવેલ માર્કેટીંગ યાર્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર શહેરમાં રોકડીયા હનુમાન મંદિર સામે આવેલ માર્કેટીંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કર્યા બાદ ઘઉંની ખરીદીનું આયોજન કરવામાં આવ્યું છે. ગત તા. 1 માર્ચથી ઘઉંની ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. 15 દિવસ સુધીમાં 53 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. સરકારે કુતિયાણા શહેરમાં આવેલ નિગમના ગોડાઉન અને પોરબંદરમાં માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલ ખેડૂતોના ઘઉંના તોલનું આયોજન કર્યું હતું પરંતુ 15 માર્ચથી આજ દિવસ સુધી જે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે ખેડૂતો પણ ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે ફરક્યા જ નહીં ! ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ 53 ખેડૂતોમાંથી એકપણ ખેડૂતે પોતાના ઘઉંનું ટેકાના ભાવે વેચાણ કર્યું નહીં. કારણ કે સરકારે 20 કિલો ઘઉંના ટેકાના ભાવ 368 રૂપીયા ચૂકવવાનો નિર્ણય કર્યો હતો જેની સરખામણીમાં ખેડૂતોને બજારમાં 425 રૂપીયા સુધી 20 કિલો ઘઉંના ભાવ મળતા હતા. આમ, પોરબંદર જિલ્લાના ખેડૂતોએ સરકારની નીતિ સામે આક્રોશ વ્યક્ત કરી ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવાને બદલે ખાનગી વેપારીઓને પોતાના ઘઉંનું વેચાણ કરી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...