તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાણાકંડોરણાની મીણસાર નદી ઉપર કોઝ-વે ચેકડેમ બનાવો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાકંડોરણા ગામની મીણસાર નદી ઉપર કોઝ-વે ચેકડેમ બનાવવા કુતિયાણાનાં ધારાસભ્યએ રાજ્યકક્ષાનાં મંત્રીને રજૂઆત કરી હતી.

કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ રાજ્યકક્ષાના સિંચાઈ વિભાગના મંત્રી પરબતભાઈ પટેલને લેખિત રજૂઆત કરી એવું જણાવ્યું હતું કે રાણા કંડોરણા ગામ ખાતે પાદરમાંથી મીણસાર નદી પસાર થઈ રહી છે. આ નદીના બન્ને કાંઠા પર આશરે 10 થી 12 હજારની વસ્તી ધરાવતા ગામ વસેલું છે. ગામના પાદરમાંથી જ નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો છે. જેના કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી વેઠવી પડે છે. સામા કાંઠે જવા માટે મીણસાર નદીમાં સ્પેશ્યલ કેસમાં કોઝ-વે ચેકડેમ બનાવી આપવાથી પાણીનો પણ બચાવ થશે અને ગ્રામજનોને અવરજવર કરવામાં પણ સરળ બનશે જેથી યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...