લોકસભાની ચૂંટણી : વસોયાની સંપતિ અને કર્જમાં વધારો થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીટીકલ રીપોર્ટર | પોરબંદર

પોરબંદર લોકસભાની બેઠકના પ્રથમ દિવસે રેશમા પટેલ સહિત 3 ઉમેદવાર, બીજા દિવસે ભાજપના ઉમેદવાર સહિત 3 ઉમેદવાર અને ત્રીજા દિવસે એટલે કે બુધવારના દિવસે કોંગ્રેસના ઉમેદવાર સહિત 3 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર નોંધાવ્યું હતું. સુદામા ચોક ખાતે લલીત વસોયાએ સભા ગજવ્યા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું. અપક્ષમાંથી સોંદરવા અશોક નાનજીભાઈ તથા કોંગ્રેસના ચન્દ્રિકાબેન કાનજીભાઈ ચુડાસમાએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. લલીતભાઈ વસોયા અને તેમના પત્ની નિર્મલાબેનની હાથ પરની રોકડ અને બેન્કમાં રોકડ રકમ કુલ 5.55 લાખ, સ્થાવર અને જંગલ મિલ્કત 2.25 કરોડ તેમજ લીધેલ લોન અને ચૂકવવાની જવાબદારી 2 કરોડ 79 લાખની દર્શાવેલ છે. વસોયાની રોકડ, બેન્ક અને જમીન-મકાનની કિંમત તેમણે 2017 ની વિધાનસભા ચૂંટણી વખતે ધોરાજી બેઠક પર જે જાહેર કરી હતી તેમાં રૂપીયા 1,45,70,739 નો વધારો થયો છે તેની સામે ચૂકવવાની રકમમાં પણ 2,74,04,585 નો વધારો થયો છે.