લોહાણા મહિલા મંડળ દ્વારા સલાડ ડેકોરેશન સહિતની હરીફાઇ યોજાઇ

પોરબંદર શહેરમાં લોહાણા મહિલા મંડળ દ્વારા લોહાણા જ્ઞાતિના બહેનો તેમજ બાળકોના સર્વાંગી વિકાસની દ્રષ્ટિએ દર મહિને...

DivyaBhaskar News Network | Updated - Dec 30, 2018, 03:22 AM
Porbandar News - lohana mahila mandal organized a competition including salad decoration 032221
પોરબંદર શહેરમાં લોહાણા મહિલા મંડળ દ્વારા લોહાણા જ્ઞાતિના બહેનો તેમજ બાળકોના સર્વાંગી વિકાસની દ્રષ્ટિએ દર મહિને અવનવા પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે વધુ એક વખત બહેનો અને બાળકો માટે અલગ-અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સલાડ ડેકોરેશન, વિવિધ પ્રકારના સૂપ બનાવવા, સુપર કોમેડી વગેરે હરીફાઈ યોજાયા હતા. જેમાં રાધાબેન હિન્ડોચા, પૂજાબેન મોનાણી, નીતાબેન બારાઈ, મનિષાબેન મોનાણી વગેરે વિજેતા બન્યા હતા. આ પ્રસંગે વંદનાબેન રૂપારેલે મંદ હાસ્યથી શરૂ કરી સૌ ઉપસ્થિતોને ગદગદીત કર્યા હતા. આ તકે મોટી સંખ્યામાં મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે કમીટીની બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર પ્રોજેક્ટનું સંચાલન રેખાબેન ચોટાઈ એ કર્યું હતું.

X
Porbandar News - lohana mahila mandal organized a competition including salad decoration 032221
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App