પોરબંદરની કલરવ સંસ્થા દ્વારા સાહિત્ય કાર્યક્રમો યોજાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં કલરવ સાહિત્ય ટ્રસ્ટના નવા વર્ષનો પ્રથમ પ્રોગ્રામ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. શહેરમાં આવેલ શારદા નંદલાલ હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક સાથે ત્રણ પ્રોગ્રામ યોજાયા હતા. પ્રમુખ બલરાજભાઈ પાડલીયાએ એવું જણાવ્યું હતું કે મારા પિતા જે કલરવ સંસ્થાના સ્થાપક પ્રમુખ હતા. તેમની પુણ્યતિથિએ આ સમારંભનું આયોજન થયું તે એક સુંદર શુભ સંયોગ છે. આ કાર્યક્રમમાં સાહિત્યકાર નરોત્તમભાઈ પલાણના 61માં પુસ્તક \\\'વિતાન\\\' નું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથો સાથ સિનિયર સિટીઝન રમેશભાઈ ઝાલાનું ચાલ ઓઢાડીને સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડોક્ટર સુરેખાબેન શાહે રમેશભાઈ ઝાલાનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે કલરવના પાંચ કવિઓએ પોતાની ધમાકેદાર રચનાઓ સંભળાવીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ગુરુકુળના શાસ્ત્રી સ્વામી ભાનું પ્રકાશજી, પદુભાઈ રાયચુરા, ભરતભાઈ માખેચા, નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

\\\"વિતાન\\\' પુસ્તકનું વિમોચન કરી સિનિયર સિટીઝનોને સન્માનિત કરાયા
અન્ય સમાચારો પણ છે...