તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઈન ફિશીંગથી થતી માછીમારી અટકાવી કાયદાકીય કાર્યવાહી કરાે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં માછીમાર બોટ એસોસીએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી એવું જણાવ્યું હતું કે હાલમાં માથાભારે માછીમારો લાઈન ફિશીંગની પદ્ધતિથી લાઈન ફિશીંગથી માછીમારી કરી રહ્યા છે જેને કારણે દરિયાઈ પર્યાવરણને ભયંકર નુકસાની પહોંચી રહી છે. લાઈન ફિશીંગ પદ્ધતિમાં 60 થી 70 બોટ અર્ધગોળાકાર લાઈનમાં ગોઠવાઈને એકીસાથે 4 કિલોમીટરના વિસ્તારને આવરી લઈ રાક્ષસી સ્વરૂપ ધારણ કરી માછીમારી કરે છે. જેથી 4 કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં માછલી, વનસ્પતિની જગ્યાઓ સંપૂર્ણપણે નાશ થાય છે. આ પદ્ધતિથી માછીમારી થશે તો ગુજરાતભરનો 1600 કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં માછલીનો જથ્થો નાશ પામશે. સાથોસાથ દરિયાઈ જીવસૃષ્ટિ પણ જોખમાશે અને માછીમારીના વ્યવસાય પર નિર્ભર અનેક માછીમાર પરિવારો બેરોજગાર બની જશે. સંપૂર્ણપણે ગુજરાતનો મત્સ્યોદ્યોગ ભાંગી પડશે જેની મોટી અસર દેશના વિદેશી હુંડીયામણ પર પણ થશે. જેથી તાત્કાલીક ધોરણે લાઈન ફિશીંગથી થતી માછીમારી અટકાવવામાં આવે, તેમના પર કાયદાકીય પ્રતિબંધ લગાવાય, દરિયાઈ સુરક્ષા કરતી કોસ્ટગાર્ડને કાયદાકીય સત્તા આપીને લાઈન ફિશીંગથી માછીમારી કરતા માથાભારે માછીમારો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...