તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડાળાના મંદિર પર વિજળી પડતા કાટમાળ તૂટયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર નજીક વડાળાના મંદિર પર વિજળી પડતા કાટમાળ તૂટયો હતો. અને વીજ પડતા શીશલી ગામે પણ ખૂંટીયાનું મોત નિપજ્યું હતું. પોરબંદર જીલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. અને ગ્રામીણ પંથકમાં પણ ધોધમાર વરસાદ પડયો હોવાના કારણે સર્વત્ર વરસાદી પાણી વહેતા થઇ ગયા છે. ગતરાત્રિના પવન અને વિજ સાથે વરસાદી પાણી પડી રહ્યો હતો. અને વરસાદની સાથે વીજળી પડતા શીશલી ગામે ખુટિયાનુ મોત નીપજ્યું છે. તેમજ વડાળા ગામે આવેલ રામ મંદિરમાં વીજળી પડી હોવાને કારણે મંદિરનો કાટમાળ તૂટી પડ્યો હતો. જો કે રાત્રિના સમયે બનાવ બન્યો હોવાના કારણે જાનહાનિ ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...