તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

4 વખત પ્રસુતીમાં બાળકોના મોતથી મહિલાનો આપઘાત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાયાવિસ્તારમાં રહેતી ગીતાબેન રામજીભાઈ રાઠોડ નામની મહિલાએ આજે સાંજના 6 વાગ્યા આસપાસ પોતાના ઘરે પંખા સાથે દોરડું બાંધીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે, ગીતાબેનના દશ વર્ષના લગ્નજીવન દરમિયાન ચાર વખત પ્રસુતી થઈ હતી અને ચારેય વખત બાળકોના મોત થયા હતા. જેને કારણે ગીતાબેન બાળકોના વિરહમાં ઝૂરતા હતા. ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી માથાના દુ:ખાવાની પણ બિમારી હોય આથી કંટાળીને તેમણે આપઘાત કરી લીધો હતો. બનાવને લઈને મૃતક મહિલાના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...