તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેગામ નજીક બે બાઈક અથડાતા યુવાન ઈજાગ્રસ્ત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગવદરનજીક આવેલા દેગામ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવાનને ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

અંગેની પોલીસમાંથી મળતી પ્રાપ્ત વિગતો મુજબ કિંદરખેડા ગામે રહેતા નવઘણભાઈ સાંગણભાઈ મોઢવાડીયાએ એવી પોલીસ ફરીયાદ નોંધાવી હતી કે, તેમના નાનાભાઈ બાઈક લઈને પોરબંદરથી કિંદરખેડા આવી રહ્યા હતા તે દરમિયાન દેગામના પાટીયા પાસે બાઈક નં. જીજે 25 0719 ના ચાલકે પોતાનું બાઈક બેફામ રીતે ચલાવી નવઘણભાઈના ભાઈના બાઈક સાથે અથડાવ્યું હતું અને ઈજાઓ પહોંચાડી હતી. જેથી બાઈકચાલક વિરૂદ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...