તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાઈનીઝ બજારમાં અસ્વચ્છતા રાખનારને ~ 2200 નો દંડ કરાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરપાલિકામાં નવા સત્તાધીશોએ સત્તાની ખુરશી હાંસલ કરતાની સાથે પહેલું કામ શહેરને સ્વચ્છ બનાવવાનું કર્યું હતું અને ગાંધીભૂમિમાં ક્યાંય પણ ગંદકીના ગંજ જોવા મળે તેવા પ્રયાસો કરાયા હતા અને શહેરની તમામ ખાણીપીણીની દુકાનોમાં ડસ્ટબીન લગાડવાની સૂચના આપી હતી. તેમ છતાં ચાઈનીઝ બજારમાં આવેલ ખાણીપીણીની દુકાનોમાં ડસ્ટબીન અને સ્વચ્છતાનો અભાવ જોવા મળતા પાલિકાએ 2,200 રૂપીયા જેટલા દંડની વસૂલી કરી હતી.

શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે પાલિકા દ્વારા અનેક વાહનોની ફાળવણી કરી ડોર ટુ ડોર કચરો એકત્રીત કરાઇ રહ્યો અને શહેરના અનેક વોર્ડ સ્વચ્છઅને સુઘડ બન્યા છે.

પરંતુ શહેરમાં આવેલી અનેક ખાણીપીણીની દુકાનોના આગળના ભાગમાં કચરાના ઢગ જોવા મળતા હતા જેથી પાલિકાએ શહેર ખૂંદયું હતું અને દરેક દુકાનદારોને ડસ્ટબીન લગાડવા અપીલ કરી હતી. તેમ છતાં અમુક બજારોમાં આજદીન સુધી ડસ્ટબીન જોવા મળતા નથી જેથી ફરી વખત ડસ્ટબીન અંગે પાલિકાએ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં એસટી બસસ્ટેન્ડ નજીક આવેલ ચાઈનીઝ બજારમાં આવેલ ખાણીપીણીના દુકાનદારોએ ડસ્ટબીન લગાડતા અને સ્વચ્છતા જાળવતા હોવાનું સામે આવ્યું હતું અને 28 જેટલી દુકાનોમાં તપાસ કરી જેમ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો તેમની પાસેથી 2200 રૂપીયાના દંડની વસૂલી કરાઈ હતી. પાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ સ્વચ્છતા અભિયાનને લઈને ડસ્ટબીન અંગેનું ઝુંબેશ હાથ ધરાશે. ડસ્ટબીનના અભાવે ગંદકીમાં વધારો થતો હોવાથી નગરપાલિકા દ્વારા હવે આક્રમક વલણ દાખવવામાં આવી રહ્યું છે.

ડસ્ટબીન લગાડવું પડશે : પાલિકા

પોરબંદરશહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવું હશે તો શહેરીજનોની સાથે દરેક દુકાનદારોએ પણ સહકાર આપવો પડશે અને પોતાની દુકાનની આગળ સ્વૈચ્છીક ડસ્ટબીન લગાડવું જોઈએ અને આવતા ગ્રાહકોને પણ કચરો ડસ્ટબીનમાં નાખવા કહેવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...