તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હજ માટે વીઝા આપવાનાં બહાને પ્રૌઢ સાથે છેતરપીંડી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે આરોપી પૈકી 1 પોલીસના સકંજામાં : અનેક લોકો છેતરાયા હોવાની આશંકા

ક્રાઇમ રીપોર્ટર.પોરબંદર

મુસ્લીમોમાટે હજયાત્રા પવિત્ર મનાઇ છે. ધાર્મિક સ્થળોએ લઈ જવાને બહાને પણ છેતરપીંડીના કિસ્સાઓ હવે સામી આવી રહ્યા છે. પોરબંદરના એક પ્રૌઢને મક્કામાં હજ પઢવા માટે વિઝા આપવાના બહાને છેતરપીંડી કરી હોવાનું બહાર આવ્યું છે. રીતે અનેક લોકો સાથે છેતરપીંડી થઈ હોવાનું પણ મનાઈ રહ્યું છે.

ઠક્કર પ્લોટ તકિયા વિસ્તારમાં રહેતા ઉમરભાઈ મહંમદહુસેન બેરા તેમજ અન્ય સાહેદોને બરોડા ખાતે રહેતા આરોપી કામીલ સૈયદ રઝા, અસફાક સૈયદ રઝા નામના બન્ને શખ્સોએ ઉમરભાઈને સાઉદી અરેબીયામાં મક્કામાં હજ પઢવા માટેના વિઝા આપવા માટે 50,000 રૂપીયા જેવી રકમ લીધી હતી. અને વિઝા નહીં આપીને છેતરપીંડી કરી હતી અને બન્ને શખ્સો વિરૂદ્ધ કીર્તિમંદિર પોલીસમાં ફરીયાદ નોંધાવતા બે આરોપીઓ પૈકી એક આરોપીને પોલીસે ઝડપી લીધો છે. બરોડાના બન્ને શખ્સોએ સાઉદી અરેબીયામાં મક્કા ખાતે હજ પઢવા માટેના વિઝા આપવાના બહાને અનેક લોકો સાથે લાખો રૂપીયાની છેતરપીંડી કરી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે અને દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...