તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

{હોમગાર્ડની નિમણુંક કરવા કરાઇ રજૂઆત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{હોમગાર્ડની નિમણુંક કરવા કરાઇ રજૂઆતપોરબંદરશહેરમાં રાત્રીના સમયમાં બનતા નાના-મોટા ગુન્હાઓ અટકાવવા માટે નાઈટ પેટ્રોલીંગ પોલીસ દ્વારા સઘન કરવામાં આવે તેમજ રાત્રી હોમગાર્ડની નિમણુંક કરવા દેવશીભાઈ પુંજાભાઈ પરમાર દ્વારા ઉચ્ચકક્ષાએ પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

પોરબંદર શહેરની અંદર આવેલ વાડીપ્લોટ, વાઘેશ્વરી પ્લોટ, ભોજેશ્વર પ્લોટ, રાવલીયા પ્લોટ, નવા કુંભારવાડા વિસ્તાર, ઠક્કર પ્લોટ, મેમણવાડા, યુગાન્ડા રોડ, ઝવેરી બંગલા વિસ્તાર, જલારામ કોલોની, કડીયાપ્લોટ, મીલપરા વિસ્તાર અને શહેરમાં આવેલા તમામ વિસ્તારોમાં રાત્રીના સમયમાં પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવવું જોઈએ. જેથી નાના-મોટા બનતા ગુન્હાઓ પર રોક લગાવી શકાય. સાથે રાત્રીના સમયમાં પેટ્રોલીંગમાં હોમગાર્ડ જવાનોને પણ ફરજ સોંપવી જોઈએ તેવી માંગ સાથે પોરબંદરના નગરપાલિકાના ભૂતપૂર્વ ઉપપ્રમુખ દેવશીભાઈ પરમારે પોરબંદર જિલ્લા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી છે. આમ, વધી રહેલી ગુનાખોરી અને બનાવોને અટકાવવા માટે થઇને પોરબંદરવાસીઓ દ્વારા પોલીસટ પેટ્રોલીંગ વધારવા માંગ કરાઇ છે

અન્ય સમાચારો પણ છે...