તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • જિલ્લામાં મુંડાથી મગફળીનો સોથ વળી જતાં વળતરની માંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં મુંડાથી મગફળીનો સોથ વળી જતાં વળતરની માંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લા પંચાયતના પ્રમુખની ઉચ્ચકક્ષાએ રજુઆત

ભાસ્કરન્યૂઝ. પોરબંદર

પોરબંદરજિલ્લામાં વર્ષે મગફળીનું સૌથી વધુ વાવેતર થયું છે. સારો વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફરી વળી હતી પરંતુ કેટલાક વિસ્તારોમાં મગફળીના પાકમાં મુંડા નામની ઈયળોના ઉપદ્રવને કારણે પાકને ભારે નુકસાન થયું છે ત્યારે ખેડૂતોએ વળતરની માંગ કરી છે. બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી ઉપરાંત રાજ્ય સરકારને પણ પત્ર પાઠવીને વળતરને લઈને રજૂઆતો કરી છે.પોરબંદરમાં વર્ષે 98 હજાર હેક્ટર જમીનમાં મગફળી અને કપાસ સહિતના પાકોનું વાવેતર થયું છે જેમાં સૌથી વધુ મગફળીનું વાવેતર થયું છે. સારો વરસાદ થવાના કારણે મગફળીનો પાક પણ સારો થશે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા હતા પરંતુ પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા એમ ત્રણેય તાલુકાના અનેક વિસ્તારોમાં મગફળીના પાકમાં મુંડા નામની ઈયળ પડી જતાં મગફળીનો પાક નિષ્ફળ ગયો છે જેને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેને લઈને ખેડૂતોએ વળતરની માંગ કરતા પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ રમેશભાઈ ઓડેદરાએ બાબતે રાજ્ય સરકારને રજૂઆત કરી તાત્કાલીક પાકમાં થયેલ નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને વળતર મળી રહે તે માટે રજૂઆતો કરી છે.

પોરબંદર જિલ્લામાં ગત વર્ષે પડેલા દુષ્કાળને લઈને ખેડૂતોને કપરી પરિસ્થિતીનો સામનો કરવો પડ્યો હતો વર્ષે મેઘરાજાની કૃપાથી નદીનાળા છલકાયા છે અને વાવ-કૂવા પાણીથી છલોછલ બન્યા છે તેવા સમયે પૂરતો વિજપૂરવઠો નહીં મળતા ખેડૂતોને પિયત કરવું મુશ્કેલ બન્યું છે, આથી ખેડૂતોને પૂરતો વિજપૂરવઠો આપવા માંગ ઉઠી છે.

પાક બચાવવા ખેડૂતોને પૂરતી વિજળી આપવા માંગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો