તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાદર આઈ માનાં મંદિરે દેગ પ્રસાદી મહોત્સવ યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવીબંદર ખારવા જ્ઞાતિ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે ઉજવણી કરાય છે

પોરબંદરજિલ્લા નવીબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા નવીબંદર ખાતે આવેલા ભાદરઆઈ માતાજીના મંદિરે તા. 13 ને મંગળવારના રોજ દેગપ્રસાદી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોરબંદર, નવીબંદર, મીંયાણી, સુભાષનગર વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉમટી પડશે. દેગપ્રસાદી મહોત્સવ પૂર્વે તા. 12 ને સોમવારે રાત્રીના 10 કલાકે ભાદરઆઈ માતાજી મંદિરના પટાંગણમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભનુભાઈ ઓડેદરા (ઉપલેટાવાળા) તથા જેઠાભાઈ (ગરેજવાળા) સહિતના કલાકારો લોકડાયરાની જમાવટ કરશે. ઉપરાંત તા. 13 ના રોજ દેગપ્રસાદી મહોત્સવની સાથેસાથે થેલેસેમીયાપીડીત બાળકોના લાભાર્થે મહારક્તદાન કેમ્પનું આયોજન ભાવસિંહજી સરકારી હોસ્પિટલ અને આશા બ્લડ બેન્કના સહયોગથી કરવામાં આવ્યું છે.

ધાર્મિક અને સામાજીક કાર્યક્રમમાં સમસ્ત બારગામ ખારવા જ્ઞાતિના પ્રમુખ સુનિલભાઈ ગોહેલ, સમસ્ત ગુજરાત ખારવાસમાજના ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડા તેમજ કરશનભાઈ સલેટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે તેમ નવીબંદર ખારવા જ્ઞાતિના પ્રમુખ મોહનભાઈ ભુતિયાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો