તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીજીના જીવન પર લેઝર શો બનશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
3 કરોડના ખર્ચે ગાંધી સ્મૃતિભવનમાં પ્રારંભ કરવામાં આવશે

ગાંધીજન્મભૂમિ પોરબંદરની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય ત્યારે પ્રવાસીઓને આકર્ષવા માટે તંત્ર દ્વારા ગાંધીજીના જીવન ઉપર આધારીત એક લેઝર શો નો પ્રારંભ ગાંધી સ્મૃતિભવન ખાતે કરવામાં આવશે અને તેની કામગીરી ધમધમી રહી છે. સંભવિત ગાંધીજયંતિના દિવસથી લેઝર શો નો પ્રારંભ થશે તેવું જાણવા મળી રહ્યું છે.

ગાંધીજીના કારણે પૂરા વિશ્વમાં પોરબંદરની એક આગવી ઓળખ રહી છે અને દેશ-વિદેશના પ્રવાસીઓ પોરબંદરની મુલાકાતે આવે છે. ગાંધી જન્મસ્થળ અને કીર્તિમંદિરની મુલાકાત ઉપરાંત ચોપાટી ખાતે આવેલા ગાંધી સ્મૃતિભવનની પણ મુલાકાત લે છે. ગાંધી જન્મભૂમિ અને સુદામાનગરીને પ્રવાસનક્ષેત્રે વિકસાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર કટીબદ્ધ બન્યું છે. અહીં આવતા પ્રવાસીઓ વધુમાં વધુ સમય પોરબંદરમાં વિતાવે તે માટે અલગ-અલગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ચોપાટી ખાતે બનાવવામાં આવેલા ગાંધી સ્મૃતિભવનમાં લેઝર શો નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો હતો અંતે 2 કરોડ 90 લાખના ખર્ચે મંજુર કરવામાં આવ્યો છે અને હાલ ગાંધી સ્મૃતિભવન ખાતે લેઝર શો ની કામગીરી ચાલી રહી છે શક્ય હશે તો ગાંધીજયંતિના દિવસથી લેઝર શો નો પ્રારંભ કરવામાં આવશે. લેઝર શો ના માધ્યમથી ગાંધીજીના જીવનચરિત્રને ઉજાગર કરવામાં આવશે જેથી વધુમાં વધુ પ્રવાસીઓ લેઝર શો ને માણી શકે. પોરબંદરમાં દેશ-વિદેશનાં સહેલાણીઓ ફરવા આવે છે. જોઇને ગાંધીજીનાં જીવન િવષે દરેકને માર્ગદર્શન મળે માટે તંત્ર દ્વારા ખાસ લેઝર શો શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો