તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • રાજ્ય પોલીસ કર્મીઓનો યુનિયન બનાવવા અંગેનો કેસ બોર્ડ ઉપર

રાજ્ય પોલીસ કર્મીઓનો યુનિયન બનાવવા અંગેનો કેસ બોર્ડ ઉપર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરસહિત રાજ્યના પોલીસ કર્મચારીઓને યુનિયન બનાવવા અંગેનો કેસ ફરી બોર્ડ ઉપર લેવામાં આવ્યો છે. યુનિયનની માન્યતાને સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશનથી દાખલ કરતા કોર્ટે ચાર મહિનામાં રાજ્યના ડી.જી.પી. ને માન્યતા આપવા જણાવ્યું હતું પરંતુ 24 કારણો રજૂ કરીને માન્યતા નામંજુર કરી હતી. ફરી કેસ હાઈકોર્ટે બોર્ડ ઉપર લીધો છે અને આગામી 8 માસની મુદત આપવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટ સને 2006 માં મહત્વનો ચુકાદો આપ્યો હતો કે પોલીસ કર્મચારીઓને (પી.આઈ. અને પી.એસ.આઈ.) સહિતનાને પણ યુનિયન બનાવવાનો બંધારણીય અધિકાર છે. ત્યારબાદ કોર્ટના હુકમ મુજબ પોલીસ કર્મચારીઓએ યુનિયનની માન્યતા માટે સ્પે. સિવિલ એપ્લી. દાખલ કરેલ જે અનુસંધાને હાઈકોર્ટે ચાર મહિનામાં ડી.જી.પી. ગુજરાત રાજ્યને માન્યતા આપવા માટે જણાવ્યું હતું. પરંતુ જે-તે સમયના ડી.જી.પી. પી.સી. પાંડેએ 24 જેટલા કારણો કોર્ટમાં રજુ કરીને માન્યતા માટે પોલીસ યુનિયનની માન્યતા નામંજુર કરે. આમ પોલીસ કર્મચારીઓને બંધારણીય અધિકાર સરકારને દરમિયાનગીરી કરવા માટે, રૂબરૂ સાંભળવા માટે અરજ કરવામાં આવી. હાલમાં પોલીસ કર્મચારીઓના ઘણા બધા મહત્વના પ્રશ્નો પેન્ડીંગ હોય અને કોઈ ઉચ્ચ પોલીસ અધિકારી સાંભળતા હોય જેથી ફરી પોલીસ યુનિયનની માન્યતા માટેનો કેસ હાઈકોર્ટમાં બોર્ડ ઉપર લેવામાં આવ્યો છે. ગત તા. 19 મી ફેબ્રુઆરીના રોજ મુદ્દત હતી તે હવે પછી 8 માર્ચના રોજ દાખલ કરવામાં આવશે. બાબતે ગુજરાત રાજ્યના રાજ્યપાલને હાઈકોર્ટમાં કેસ વહેલો ચલાવવા માટે પણ અપીલ કરવામાં આવશે તેમ પણ ઓલ ગુજરાત રાજ્ય પોલીસ કોન્સ્ટેબલ યુનિયન (સૂચીત) ના ઉપપ્રમુખ અને પોરબંદરના પોલીસ કોન્સ્ટેબલ ઈસ્માઈલ સીદી સુમરાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...