તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બખરલા નજીક પાણીની ઝરને ઉંડી કરવાની કામગીરી થઇ શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનજીક આવેલા બખરલા ગામેથી બે કિલોમીટર દૂર પાણીની ઝર આવેલી છે. ઝર બરડા ડુંગરની નજીક હોવાથી ડુંગરાનું પાણી ઝરમાં સંગ્રહ કરી શકાય છે, પરંતુ ઝર છીછરી અને સાંકળી હોવાને કારણે પાણી વહી જાય છે. ઉપરાંત ઝર નજીકથી પસાર થતો રસ્તો પણ અત્યંત બિસ્માર હાલતમાં છે જેને કારણે ખેડૂતોને પણ તેમના ખેતરો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી હતી. ત્યારે અંગેની રજૂઆત કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાને કરતા ઝરને ઉંડી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

બખરલા ગામ નજીક આવેલી ઝર જો ઉંડી અને પહોળી કરવામાં આવે તો ઝરની અંદર પાણીનો સંગ્રહ કરી શકાય છે અને પાણીનો ઉપયોગ ખેતીમાં પણ કરી શકાય છે ત્યારે ઝરને ઉંડી અને પહોળી કરવા અંગે બખરલા ગામના સરપંચે કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાને રજૂઆત કરી હતી. જેના પગલે સિંચાઈ ખાતાના યાંત્રીક વિભાગ દ્વારા ઝરને ઉંડી અને પહોળી કરવાની કામગીરી હીટાચીની મદદથી શરૂ કરવામાં આવી છે.

ઝરને ઉંડી અને પહોળી કરવા માટેની કામગીરીનો પ્રારંભ જિલ્લા ભાજપ પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરા અને નાગાજણભાઈ ઓડેદરાએ શ્રીફળ વધેરીને કર્યો હતો. અવસર ઉપર બખરલા ગામના સરપંચ લખુભાઈ ખુંટી, ઉપસરપંચ અરશીભાઈ ખુંટી, પૂર્વ સરપંચ ઓઘડભાઈ ઓડેદરા સહિતના આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

કેબીનેટ મંત્રીને રજૂઆત કરતાં કામગીરી હાથ ધરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...