તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

TP યોજનામાં પાલિકાનું 3 કરોડનું કૌભાંડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલિટીકલ રીપોર્ટર . પોરબંદર

પોરબંદરનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ આમ તો 6 માસથી વિવાદમાં ઘેરાઈ છે જ્યારે પણ ટાઉન પ્લાનિંગની મીટીંગ હોય ત્યારે કોંગ્રેસ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરે છે. 6 માસ બાદ આજે ભાજપશાસિત નગરપાલિકાએ ટાઉન પ્લાનિંગની મીટીંગનું આયોજન કર્યું હતું તે પૂર્વે કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને એવો આક્ષેપ કર્યો હતો કે, નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર આચરીને બાંધકામોની ગેરકાયદેસર મંજુરી આપવાના હોય આથી મીટીંગ સામે સ્ટે આપવો જોઈએ અને કોંગ્રેસે 25,000 થી લઈને 5 લાખ સુધીના ઉઘરાણા કર્યાના આક્ષેપ પણ નગરપાલિકા સામે કરતા ભારે ચર્ચા જાગી છે. જો કે નગરપાલિકાના શાસકોએ 170 બાંધકામોને મંજુરી આપી છે.

ભાજપ શાસિત પોરબંદર નગરપાલિકાની ટાઉન પ્લાનિંગની અગાઉ 3 મીટીંગો મળી હતી જેમાં એકપણ બાંધકામોને મંજુરી મળી હતી. ફરી વખત ભાજપનું નગરપાલિકામાં શાસન આવ્યા બાદ પ્રથમ ટાઉનપ્લાનિંગની મીટીંગનું આજે આયોજન કરવામાં આવ્યું હતું જેને પગલે પોરબંદરની યુવક કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવીને એવી રજૂઆત કરી હતી કે, ટાઉન પ્લાનિંગની મીટીંગમાં બાંધકામ મંજુરીઅર્થે રજુ થયેલા 241 બાંધકામોની મંજુરીના પ્રકરણો પૈકી મોટાભાગના બાંધકામો ટાઉન પ્લાનિંગ એક્ટ વિરૂદ્ધના છે. બાંધકામોનું સ્થળ ઉપર નગરપાલિકા દ્વારા નિરીક્ષણ અને તપાસ કરવામાં આવ્યા નથી. ટાઉનપ્લાનિંગ કમીટી બાંધકામની મંજુરી આપે તે પહેલા બિલ્ડરો દ્વારા બાંધકામ કરી દેવામાં આવ્યું છે. એટલું નહીં, બિલ્ડરો દ્વારા રજૂ કરેલા બાંધકામના પ્લાન અને નકશાઓ તેમજ બાંધકામ વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે.

કોંગ્રેસે આવેદનપત્રમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, મોટાભાગના બિલ્ડરો પાસેથી નગરપાલિકાનો વહીવટ સંભાળતા વહીવટદારોએ પ્રકરણ દીઠ રૂા. 25,000 થી લઈને 50,000 સુધીના રૂપીયાનું ઉઘરાણું કરી લેવામાં આવ્યું છે. ટાઉન પ્લાનિંગના નિયમો નેવે મુકીને ટાઉન પ્લાનિંગ કમીટીએ બાંધકામોની મંજુરી માટે 3 કરોડ જેવી રકમનું ઉઘરાણું કરીને ગેરકાયદેસર રીતે બાંધકામની મંજુરી આપી દેવાનું ષડયંત્ર ટાઉન પ્લાનિંગ કમીટીએ રચ્યું હોવાનું ધ્યાન ઉપર આવ્યું છે.

આથી ટાઉન પ્લાનિંગની બેઠકને સ્ટે કરવા અને દરેક બાંધકામની ટાઉન પ્લાનિંગ કમીટી દ્વારા સ્થળ તપાસ અને રજુ કરેલા નકશાઓના વેરીફીકેશન કરવામાં આવે તેવી માંગ પણ યુવક કોંગ્રેસે કરી છે. વધુ એક વખત ટાઉન પ્લાનિંગની બેઠક પૂર્વે કોંગ્રેસે બાંધકામને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા ટાઉન પ્લાનિંગ કમીટી વધુ એક વખત વિવાદમાં ઘેરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...