તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરમપુર નજીક માનવરહિત રેલ્વેફાટક જોખમી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર નજીક માનવરહિત રેલ્વેફાટક જોખમી

પોરબંદરના ઉદ્યોગનગર રેલ્વે ફાટક પાસે પીલોર ઉપર બીમ ઉભા કરવાની કામગીરી ચાલતી હોવાથી ઉદ્યોગનગર વિસ્તારના લોકો માધવાણી કોલેજ થઈને ઉદ્યોગનગર તરફ જતાં રસ્તાનો ઉપયોગ કરે છે. રસ્તા ઉપર ધરમપુરનું માનવરહિત રેલ્વેફાટક આવેલું છે. દિવસમાં અનેક વખત ટ્રેઈનની અવરજવર થાય છે ત્યારે માનવરહિત ફાટક રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમી બની રહ્યું છે. કોઈ અકસ્માત સર્જાય તે પહેલા રેલ્વેતંત્ર દ્વારા તકેદારીના પગલા લેવાય તેવી માંગ ઉઠી છે. તસ્વીર } કે.કે. સામાણી

અન્ય સમાચારો પણ છે...