તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ગરમીનો પારો ઉંચકાતા પોરબંદર શહેરમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું

ગરમીનો પારો ઉંચકાતા પોરબંદર શહેરમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાતાવરણમાંઠંડીની અસર ઓછી થવા માંડી છે. સવારે અને સાંજના સમયે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોરે ઉનાળો અનુભવાઈ રહ્યો છે. પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં ગરમીનો પારો ઉંચકાયો છે, તાપમાન 34 ડીગ્રીએ પહોંચ્યું છે. તાપમાનની સીધી અસર જનજીવનને પ્રભાવિત કરી રહી છે.

ઋતુચક્રમાં આવેલા પરિવર્તનને કારણે સિઝન પર પણ અસર વર્તાઈ રહી છે. થોડા દિવસથી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગરમીનો પારો 34 ડીગ્રીએ પહોંચ્યો છે ત્યારે લોકો સતત પંખા અને શરીરને શીતળતા મળી રહે તેવા પીણાઓના સહારે ગરમીથી રક્ષણ મેળવી રહ્યા છે. સામાન્ય રીતે હોળી બાદ ઉનાળાનો પ્રારંભ થતો હોય છે પરંતુ હજુ તો શિયાળાએ વિદાય લીધી નથી ત્યાં બપોરના સમયે આકરો તાપ જોવા મળી રહ્યો છે. બપોરના ગરમી તો સવારે અને સાંજે ઠંડીનો ચમકારો જોવા મળે છે. મિશ્ર ઋતુના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ અસર વર્તાઈ રહી છે. શરદી, ઉધરસ અને તાવ જેવી બિમારીઓ લોકોમાં જોવા મળી રહી છે. જો કે હોળીના તહેવાર નજીક આવતાની સાથે ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળશે.

સપ્તાહનું તાપમાન

તારીખમહત્તમ લઘુત્તમ

19/2 33 20

20/2 30 19

21/2 31 18

22/2 30 18

23/2 31 17

24/2 32 18

25/2 34 18

અન્ય સમાચારો પણ છે...