તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પાકેે સપ્તાહમાં બીજી વાર 12 માછીમારોનું અપહરણ કર્યું

પાકેે સપ્તાહમાં બીજી વાર 12 માછીમારોનું અપહરણ કર્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાનમરીન સિક્યોરિટી એજન્સીએ વધુ એક વખત ભારતીય બોટ અને માછીમારોનાં અપહરણ કર્યાં છે. ગુરુવારે વહેલી સવારે ભારતીય જળસીમા નજીકથી 2 બોટ અને 12 માછીમારના પાકિસ્તાન મરીને અપહરણ કર્યું હતું. એક સપ્તાહમાં પાકિસ્તાન દ્વારા અપહરણની બીજી ઘટના છે.

પોરબંદર બોટ એસોસિયેશનના પ્રમુખ મનીષ લોઢારીના જણાવ્યા અનુસાર ભારતીય જળસીમા નજીક ભારતીય બોટ્સ માછીમારી કરી રહી હતી, દરમિયાન બુધવારે વહેલી સવારે પાકિસ્તાન મરીનની શીપ ધસી આવી હતી, જેથી બોટોએ ભાગવાનો પ્રયત્ન કરતા પાકિસ્તાન મરીને તેનો પીછો કરીને 2 બોટ અને 12 માછીમારોને બંધક બનાવ્યા હતા અને ત્યાર બાદ તેમને ઉઠાવી ગયું હતું. અપહરણ કરાયેલી બોટ પોરબંદર અને ઓખાની હતી. એક સપ્તાહ પૂર્વે 16 બોટ અને 88 માછીમારોનાં પાકિસ્તાન દ્વારા અપહરણ કરવામાં આવ્યાં હતાં. હજુ બનાવના પડઘા શમ્યા નથી ત્યાં પાકિસ્તાન મરીને વધુ એક વખત ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરતા માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...