તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં ફૂટબોલ રમતમાં ગરેજ શાળાની છાત્રાઓની ટીમ ચેમ્પિયન બની

રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં ફૂટબોલ રમતમાં ગરેજ શાળાની છાત્રાઓની ટીમ ચેમ્પિયન બની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેલમહાકુંભનામાધ્યમથી રમતગમતને પ્રોત્સાહન મળી રહ્યું છે. ગ્રામ્યવિસ્તારની વિદ્યાર્થીનીઓ પણ રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે. પોરબંદર જિલ્લાના ગરેજ ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓએ રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં ફૂટબોલ પ્રથમ સ્થાને રહી હતી જ્યારે હોકીમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

રાજ્યસરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભમાં પોરબંદરમાં 50,000 થી પણ વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અન્ડર-16 હોકી ટુર્નામેન્ટમાં ગરેજ ગામની ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓ જિલ્લાકક્ષાએ ચેમ્પીયન બની હતી તેમજ ફૂટબોલમાં પણ વિજેતા બન્યા બાદ ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં એબોવ-16 માં ગરેજ શાળાની વિદ્યાર્થીનીઓએ સાબરકાંઠાને હરાવીને રાજ્યકક્ષાએ ચેમ્પીયન બની હતી.

ફૂટબોલ અને હોકીમાં ચેમ્પીયન બનેલી ટીમને પી.ટી. શિક્ષક હિંગળાજીયા અને પરેશભાઈ તથા આસીસ્ટન્ટ કોચ લાખાભાઈ રાઠોડે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. અને ઉચ્ચતર માધ્યમિક શાળાની સફળતા બદલ પ્રિન્સીપાલ અને શિક્ષકોએ વિદ્યાર્થીનીઓને અભિનંદન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...