તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • જેસીઆઇ ઈન્ડિયાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ પોરબંદરની મુલાકાતે

જેસીઆઇ ઈન્ડિયાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ પોરબંદરની મુલાકાતે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જે.સી.આઈ.જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ 149 દેશોમાં ચાલતી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. સંસ્થા વિશ્વભરમાં યુવાનોના વ્યક્તિત્વ વિકાસ માટે કાર્ય કરી રહી છે. પોરબંદરમાં પણ યુવાનોના વ્યક્તિત્વ વિકાસ માટે બે વર્ષ પહેલા જે.સી.આઈ. ની સ્થાપના કરવામાં આવી છે. બે વર્ષના ટુંકા સમયમાં જે.સી.આઈ. પોરબંદર દ્વારા વ્યક્તિત્વ વિકાસના અનેક કાર્યક્રમોના માધ્યમથી યુવા ઘડતરનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.

જે.સી.આઈ. ઈન્ડીયાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ આલોકકુમાર સિંઘ રાયબરેલી (પંજાબ) થી પોરબંદરની ખાસ મુલાકાતે પધાર્યા હતા. આલોકકુમારે જે.સી.આઈ. પોરબંદરના હોદ્દેદારો સાથે વિલા સરકીટ હાઉસ ખાતે બેઠક યોજી જે.સી.આઈ. પોરબંદરની કામગીરીની સમીક્ષા કરી હતી. જે.સી.આઈ. પોરબંદર દ્વારા ટુંકા સમયમાં કરવામાં આવેલી અસરકાર કામગીરીની બિરદાવી હતી તથા માત્ર બે વર્ષમાં ઝોન ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવવા બદલ લાખણશી ગોરાણીયાને અભિનંદન પાઠવ્યા હતા. રાષ્ટ્રીય ઉપપ્રમુખે જે.સી.આઈ. પોરબંદરના હોદ્દેદારો સાથેની મીટીંગ પૂર્ણ કરી ગાંધી જન્મસ્થળ કીર્તિમંદિરની મુલાકાત લઈ પૂજ્ય બાપુને પુષ્પાંજલી અર્પણ કરી હતી. રાષ્ટ્રીય ઉપપ્રમુખ આલોકકુમારની પોરબંદર મુલાકાત સમયે ઝોન પ્રમુખ જયેશ વેગડા, ઝોન ઉપપ્રમુખ લાખણશી ગોરાણીયા, જે.સી.આઈ. પોરબંદરના પૂર્વ પ્રમુખ બિરાજ કોટેચા, ચેરમેન હાર્દિક મોનાણી, સેક્રેટરી કલ્પેશ અમલાણી, જુનિયર જેસી ચેરમેન દ્રોણ કિશોર તથા અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...