તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • બેડમિન્ટન સ્પર્ધામાં પોરબંદરની મહિલા રાજ્યકક્ષાએ ચેમ્પિયન

બેડમિન્ટન સ્પર્ધામાં પોરબંદરની મહિલા રાજ્યકક્ષાએ ચેમ્પિયન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકાર દ્વારા ખેલ મહાકુંભ રમતોત્સવ અંતર્ગત રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધા-જામનગર ખાતે યોજાઈ હતી. સ્પર્ધામાં 60 વર્ષથી ઉપરની ઉંમરના રમતવીરો માટેની ઓપન કેટેગરીમાં પોરબંદરના રહેવાસી પુષ્પાબેન અર્જુનસિંહ શેખાવતએ પ્રથમ ક્રમાંકે વિજેતા બની પોરબંદરનું ગૌરવ વધાર્યું હતું.

દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના બાળકો, યુવાનો અને સહુ કોઈને રમતગમતના માધ્યમથી નિખાલસતા, સાહસિકતા, ધૈર્ય, આત્મવિશ્વાસ, દ્રઢ મનોબળ જેવા આંતરીક ગુણો વિકસાવવા માટે જિલ્લાકક્ષાએ અને ત્યારબાદ રાજ્યકક્ષાએ અલગ-અલગ પ્રકારની રમતગમત સ્પર્ધાના આયોજનો કરવામાં આવે છે.

આયોજનના ભાગરૂપે જામનગર ખાતે રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ હતી તેમાં મુળ રાજસ્થાની અને હાલ વર્ષોથી પોરબંદર ખાતે વસવાટ કરતા પુષ્પાબેન અર્જુનસિંહ શેખાવત પ્રથમ ક્રમાંકે વિજેતા બની સમગ્ર પોરબંદરનું ગૌરવ વધાર્યું હતું. 62 વર્ષીય મહિલાએ યુવાનોને પણ શરમાવે સ્ફૂર્તિથી રમતોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને જીવનને સતત પ્રવૃત્તિમય રાખે છે. પુષ્પાબેને અગાઉ પણ બેડમિન્ટન અને ટેબલ ટેનિસ જેવી રમતોમાં અનેક પ્રકારની સિધ્ધિઓ હાંસલ કરી સન્માન મેળવી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...