તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • નગરપાલિકાની ટી.પી.માં નિયમ મુજબ બાંધકામોને મંજુરી આપો

નગરપાલિકાની ટી.પી.માં નિયમ મુજબ બાંધકામોને મંજુરી આપો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમીટી છેલ્લા ઘણા લાંબા સમયથી વિવાદમાં ઘેરાઈ છે. જ્યારે પણ ટાઉન પ્લાનિંગ કમીટીની મીટીંગનું આયોજન થાય છે ત્યારે કોંગ્રેસ દ્વારા નિયમ વિરૂદ્ધના બાંધકામોને મંજુરી નહીં આપવાની રજૂઆત કરવામાં આવે છે. ગઈકાલે ગુરૂવારે મળેલી ટાઉન પ્લાનિંગની મીટીંગમાં જે બાંધકામો નિયમ મુજબ હોય તેને મંજુરી આપવા તેમજ બહુમતીના જોરે અને અંગત સ્વાર્થ માટે જે બાંધકામોને મંજુરી આપવામાં આવી છે તેને અટકાવવાની માંગ પોરબંદર યુવક કોંગ્રેસે કરી છે.

જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ દેવશીભાઈ મોઢવાડીયા સહિતના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને પાઠવેલા એક આવેદનપત્રમાં એવી રજૂઆત કરી છે કે, ભાજપશાસિત નગરપાલિકામાં અગાઉ ટાઉન પ્લાનિંગની બે મીટીંગો મળી હતી. જેમાં કોઈ સાંઠગાંઠ થવાને કારણે બાંધકામોના તમામ પ્રકરણોને નામંજુર કરાયા હતા. ગુરૂવારે મળેલી ટાઉન પ્લાનિંગની મીટીંગમાં 241 પ્રકરણો આવરી લેવામાં આવ્યા છે જેમાં કોઈ નિયમનું પાલન થયું નથી. ક્રમાનુસાર અરજીઓ એજન્ડામાં લઈને મંજુર કરવી જોઈએ તે મુજબ અમલ થયો નથી. અંગેની જાણ પણ આવેદનપત્રના માધ્યમથી જિલ્લા વહીવટીતંત્રને કરાઇ હતી. કોંગ્રેસના વિરોધ છતાં પાલિકાની ટાઉનપ્લાનિંગ કમીટી દ્વારા 191 અરજીઓ મંજુર કરાઇ છે. કોંગ્રેસે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, ટાઉન પ્લાનિંગની મીટીંગમાં જે ઠરાવો થયા છે તેમાં ચીફ ઓફિસર અને ટાઉન પ્લાનર સંમત હોય તે પ્રકરણને નિયમ મુજબ ગણી શકાય. બાકીના પ્રકરણો બહુમતીના જોરે અને અંગત સ્વાર્થ માટે મંજુર થયેલ હશે તે અટકાવવાને પાત્ર છે. આમ પણ આવા ગેરકાયદેસર મંજુર થયેલા પ્રકરણો કલેક્ટર સમક્ષ રીવીઝનમાં લઈ રદ કરવાની કાર્યવાહી થશે તેને બદલે આવા ગેરકાયદેસર ઠરાવોને અત્યારથી સ્થગીત કરીને નિયમ વિરૂદ્ધની કોઈ પણ પરવાનગી આપવામાં આવે તેવું યુવક કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...