• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં સવારથી બપોર સુધી વિરામ, ફરી સાંજે મેઘાવી માહોલ

પોરબંદરમાં સવારથી બપોર સુધી વિરામ, ફરી સાંજે મેઘાવી માહોલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં છેલ્લા ચાર-પાંચ દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને હળવો-ભારે વરસાદ પડ્યો હતો. જો કે દિવસભર વરસાદી માહોલ જોવા મળતો હતો. આજે સવારથી બપોર સુધી ઉઘાડ થયો હોય તેમ સૂર્યનારાયણના દર્શન થયા હતા, જો કે સાંજ ઢળતા ફરી આકાશમાં વાદળો છવાયા હતા.

છેલ્લા ચાર-પાંચ દિવસથી વરસાદી માહોલ વચ્ચે વરસાદ પડતો હતો અને સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતા. સતત પડી રહેલા વરસાદને કારણે અને વરસાદી માહોલને લઈને જનજીવન ઉપર અસર પડી હતી. આજે બુધવારના દિવસે સવારથી સૂર્યનારાયણના દર્શન થયા હતા અને બપોર સુધી તડકો જોવા મળ્યો હતો. જો કે સાંજના 6 વાગ્યાથી ફરી આભમાં પડાવ નાખ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં ઝાપટા પણ પડ્યા હતા. શહેરમાં પડી રહેલા સતત વરસાદી ઝાપટાંને કારણે ઠેકઠેકાણે વરસાદી પાણી ભરાવા ઉપરાંત કાદવ-કિચડ જોવા મળી રહ્યા છે.

દવાનો છંટકાવ કરવામાં આવે |પોરબંદર શહેરમાંઅને ગ્રામ્યવિસ્તારમાં સતત પડી રહેલા વરસાદને કારણે વરસાદી પાણીનો ભરાવો થયો છે, જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે જેને લઈને મેલેરીયા અને ડેન્ગ્યુ જેવા રોગો માથું ઉંચકે તે પહેલા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગણી પણ ઉઠવા પામી છે.

સાંજે ફરી વરસાદી માહોલ જોવા મળતા વરસાદની આશા બંધાઇ. }કે.કે. સામાણી

અન્ય સમાચારો પણ છે...