તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુરીવાજ દૂર કરવા 4 કિમીની પદયાત્રા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈનાબેન્ક ઓફ ઈન્ડીયાના નિવૃત કર્મચારી વિદ્યાધર ભુસકૂટેએ અરૂણાચલ પ્રદેશથી ગાંધી જન્મસ્થળ કીર્તિમંદિર સુધીની 4000 કિ.મી. ની પદયાત્રા 4 મહિનામાં પૂર્ણ કરી છે. સમાજના કુરીવાજોને દૂર કરવા લોકોમાં જાગૃતી લાવવાના હેતુથી તેમણે પગપાળા યાત્રા કરી અને લોકોને સમજ સાથે માહિતી પૂરી પાડીને કુરીવાજો તથા અંધશ્રદ્ધા દૂર કરીને સમાજને ઉપયોગી બનવા અંગેની જાગૃતિ ફેલાવી હતી. તેમણે પોતાની યાત્રાની પૂર્ણાહુતિ પોરબંદરના કીર્તિમંદિરે કરી હતી અવસર પર લીડ બેન્કના મેનેજર કિરીટભાઈ રાવલ સહિતના લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.

નિવૃતિ બાદ પણ પ્રવૃતિના ઉદેશ્યથી મુંબઈના 64 વર્ષીય નિવૃત કર્મચારીએ સમાજમાં રહેલા કુરીવાજો દૂર થાય, લોકો તેમની ફરજો વિષે જાણે તેવા હેતુથી તેમણે પદયાત્રા શરૂ કરી હતી. પદયાત્રા દરમિયાન તેઓ લોકોમાં જાગૃતિનો સંદેશો ફેલાવતા અને સમાજમાં રહેલા દૂષણોને દૂર કરવા અપીલ કરતા તેમણે જણાવ્યું કે, આજે વાવેલું કાલે ઉગશે. લોકોમાં સારા સંદેશાઓ વાવ્યા છે જે આવનારા સમાજમાં ઉગીને આવશે. જેથી સમાજને ઉપયોગી બનશે. હેતુથી તેમણે પદયાત્રા શરૂ કરી હતી.

સમાજમાં અંધશ્રદ્ધા, કુરીવાજો અને પર્યાવરણને દૂષિત કરવા સહિત દેશમાં આજે શાંતિ પણ હણાઈ ગઈ છે ત્યારે આવા વાતાવરણમાં લોકો જાગૃત બને તથા પોતાની જવાબદારીથી સભાન બને તેવા હેતુથી મુંબઈના બેન્ક કર્મચારી વિદ્યાધર ભુસકુટેએ તેમની 64 વર્ષની ઉંમરમાં નિરાંતે બેસી રહેવાને બદલે સમાજ જાગૃત બને તેવા હેતુથી અરૂણાચલ પ્રદેશથી તેમની પદયાત્રાની શરૂઆત કરી હતી. તેઓ બેટી બચાવો, પર્યાવરણ બચાવો, શાંતિ અને માનવતાના સંદેશા સાથેની તેમની પદયાત્રા પોરબંદર આવીને વિરામ પામી હતી તેમણે પદયાત્રા 4 મહિનામાં પૂર્ણ કરી છે. પદયાત્રા દરમિયાન તેઓ રસ્તામાં આવતા સ્થળો પર રોકાય અને ત્યાંની સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓનો સંપર્ક કરીને ત્યાં જાગૃતિનો સંદેશ, બેટી બચાવો, પર્યાવરણ બચાવો તથા શાંતિ અને માનવતાના ગુણો વિકસે તેવા હેતુથી લોકોને માહિતગાર કરતા તેમની સમગ્ર યાત્રા દરમિયાન તેમના કાર્ય માટે ખાસ પ્રકારની બસ પણ તેમની સાથે રાખવામાં આવી હતી. તેમની પદયાત્રા પોરબંદર પૂર્ણ થતાં પોરબંદરમાં તેમને આવકારવામાં આવ્યા હતા અને તેમના કાર્યની ખૂબ સરાહના કરવામાં આવી હતી. અગાઉ પણ તેમણે કાશ્મીરથી કન્યાકુમારી સુધીની પદયાત્રા સંપન્ન કરી હતી તેમની પદયાત્રાની નોંધ લિમ્કા બુકમાં પણ લેવાઈ છે.

મુંબઇનાં નિવૃત કર્મચારીએ અરૂણાચલ પ્રદેશથી યાત્રા શરૂ કરી પોરબંદર પુરી કરી

અન્ય સમાચારો પણ છે...