તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • મોચામાં જુગાર રમતા ગોરસરનાં ઉપસરપંચ સહિત આઠ ઝડપાયા

મોચામાં જુગાર રમતા ગોરસરનાં ઉપસરપંચ સહિત આઠ ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે રોકડ રકમ, મોબાઈલ મળી કુલ ~ 65,820 નો મુદ્દામાલ કબ્જે કર્યો

ક્રાઇમ રીપોર્ટર. પોરબંદર

માધવપુરતાબાના મોચા ગામે ખારા સીમ વિસ્તારમાં જાહેરમાં જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે માધવપુર પોલીસે દરોડો પાડીને ગોરસરના ઉપસરપંચ સહિત 8 શખ્સોને જુગાર રમતા ઝડપી લઈને રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ રૂા. 65,820 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મોચા ગામની ખારા સીમ વિસ્તારમાં જાહેરમાં ચાલી રહેલા જુગાર ઉપર માધવપુરના પી.એસ.આઈ. ગઢવી સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમી રહેલા ગોરસરના ઉપસરપંચ વિક્રમ મેરામણ પરમાર, કારા રામભાઈ પરમાર, માલદે રાજા પરમાર, હરદાસ નેભા પરમાર, ભીમા સવદાસ પરમાર, માલદે કરશન કડછા, પરબત રાજા મુળીયાસા, ભરત કારા પરમાર સહિત 8 શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ રૂા. 62,420 અને મોબાઈલ સહિત 65,820 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જ્યારે અન્ય એક બનાવમાં રાણાવાવના સરકારી હોસ્પિટલના પાછળના ભાગે બશીર ઈસ્માઈલ શમા નામનો શખ્સ જાહેરમાં વરલી-મટકાનો જુગાર રમાડી રહ્યો હોવાની બાતમીના આધારે એલસીબીના પીઆઈ આર.ટી. વ્યાસ સહિતના સ્ટાફે દરોડો પાડીને વરલી-મટકાના આંકડા ઉપર બેટીંગ લઈને જુગાર રમાડતા શખ્સને ઝડપી લઈને વરલી મટકાના આંકડા લખેલી બુક, રૂા. 15,530 ની રોકડ રકમ, 1 મોબાઈલ મળી કુલ રૂા. 21,530 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. શખ્સ ઘણાં લાંબા સમયથી વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો હોય તેની બાતમીના આધારે એલસીબી દરોડો પાડતા શખ્સ રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...