તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરની GMC સ્કૂલમાં પેરેન્ટ્સ સેમીનાર યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાસાન્દીપનિ નજીક આવેલી જી.એમ.સી. સ્કૂલમાં વાલીઓ માટેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 28 ફેબ્રુઆરીને રવિવારના રોજ યોજાનાર વાલીસંમેલન સાથે નેશનલ સાયન્સ ડેની પણ ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટસનું પ્રદર્શન પણ યોજાશે. વિદ્યાર્થીઓ વિજ્ઞાનને જાણે, સમજે અને તેની જાતે વિજ્ઞાનના નિયમનું અનુકરણ કરીને સ્વનિર્મીત સંશાધનો બનાવે તેવા હેતુથી જી.એમ.સી. સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા 400 જેટલા પ્રોજેક્ટસ બનાવવામાં આવ્યા છે. બધા પ્રોજેક્ટસ નેશનલ સાયન્સ ડે નિમીતે પ્રદર્શન માટે મુકવામાં આવશે. જેને નિહાળવાનો સમય સવારે 11 થી 2 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે તો સાથે પેરેન્ટસ સેમીનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...