• Gujarati News
  • પોરબંદર JCI દ્વારા પર્સનાલીટી ડેવલપમેન્ટ સેમિનાર સંપન્ન

પોરબંદર JCI દ્વારા પર્સનાલીટી ડેવલપમેન્ટ સેમિનાર સંપન્ન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવાનોમાંપડેલી આંતરિક શક્તિ બહાર લાવી “વ્યક્તિત્વ વિકાસ” દ્વારા દેશ અને દુનિયાની ઉન્નતી જે.સી.આઈ. (જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ) નો મુખ્ય ઉદેશ છે. પોરબંદરની યુવાપેઢીને “વ્યક્તિત્વ વિકાસ” ના માધ્યમથી યોગ્ય દિશા આપવાના ભાગરૂપે ગ્લોરીફાય યોરસેલ્ફ વિષય ઉપર જે.સી.આઈ. પોરબંદર પ્લસ દ્વારા આજરોજ પર્સનાલીટી ડેવલોપમેન્ટ માટે એક ખૂબ અગત્યના સેમિનાર યોજાયો હતો જેમાં તજજ્ઞો દ્વારા પર્સનાલીટી ડેવલોપમેન્ટ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જેમાં જે.સી.આઈ. ના નેશનલ ટ્રેનર અરવિંદસિંહ રાઠોડે યુવક-યુવતીઓએ કઈ રીતે પોતાની પર્સનાલીટી ડેવલોપ કરવી તેનું માર્ગદર્શન ઓડીયો વિઝ્યુઅલ તેમજ પોતાના અનુભવો ઉપરથી આપ્યું હતું. પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા, જિલ્લા પોલીસવડા ડો. ગિરીશ પંડ્યા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે જે.સી.આઈ. પોરબંદરના ફાઉન્ડર પ્રમુખ લાખણશી ગોરાણીયા અને પ્રમુખ બિરાજ કોટેચા તેમજ અન્ય મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.

અર્જુનભાઇ મોઢવાડીયાનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું }કે.કે.સામાણી